જાણો શું છે ફોરેસ્ટ બાથિંગ અને ગ્રીન પ્રિસ્ક્રિપ્શન? જાણો કેમ દુનિયાભરમાં તેની ચર્ચા થઈ રહી છે?
સામાન્ય રીતે ડોક્ટરો બિમાર વ્યક્તિને દવા સાથે ખોરાકને લઈને સહાલ સુચન આપે છે અને તેને સાજા કરે છે. જો કે હવે દુનિયામાં દવા સિવાય અન્ય એક વસ્તુ બહુ જડપથી ફેલાઈ રહી છે.
દવાઓથી હટીને હવે ડોક્ટરો ફોરેસ્ટ બાથિંગ અને ગ્રીન પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ કરી રહ્યા છે. હવે તમને સવાલ થતો હશે કે આખરે આ છે શું? આજે અમે તમને તેના વિશે વિગતે જણાવવા જઈ રહ્યા છીએ.

આ નામ સાંભળતા સામાન્ય રીતે તમને આઈડિયા આવતો હશે કે આ એક રિલેક્સેશનની રીત છે. આ બોડી રિલેક્સેશન અથવા રિલેક્સેશનની જાપાનીઝ પદ્ધતિ છે અને તેને જાપાનમાં શિનરીન યોકુના નામે ઓળખવામાં આવે છે.
ફોરેસ્ટ બાથિંગ શું છે?
આ પ્રકારની થેરાપીમાં વ્યક્તિએ ઝાડ વચ્ચે શાંત જગ્યાએ ઊંડા શ્વાસ લેતી વખતે આસપાસની પ્રકૃતિને જોવાની હોય છે. આ પદ્ધતિ પુખ્ત વયના અને બાળકોને કોઈપણ દવાઓ વિના કુદરતી રીતે તણાવ દૂર કરવામાં મદદ કરે છે. ફોરેસ્ટ બાથિંગ જાપાનીઝ પ્રથા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે ખૂબ જ ફાયદાકારક છે.
ગ્રીન પ્રિસ્ક્રિપ્શન શું છે?
ગ્રીન પ્રિસ્ક્રિપ્શન એ ડૉક્ટર દ્વારા આપવામાં આવતી એક પ્રકારની સલાહ છે. આનાથી દર્દીને સ્વસ્થ કરવામાં મદદ મળે છે. આમાં ડોક્ટર દ્વારા જે પણ સલાહ આપવામાં આવે છે તે પ્રકૃતિના આધારે આપવામાં આવે છે. આમાં લોકોને પ્રકૃતિ સાથે સંબંધિત વસ્તુઓ સાથે જોડવામાં આવે છે. જેવી રીતે કંઈક ઉગાડવું, બાગબાની અને પ્રકૃતિમાં સાથે સમય પસાર કરવો વગેરેનો સમાવેશ થાય છે.
સામાન્ય રીતે આ પ્રકારની સલાહ એ લોકોને આપવામાં આવે છે જે સ્થૂળતા, હૃદય, ડાયાબિટીસ, માનસિક સ્વાસ્થ્ય વગેરે વિશે ચિંતિત છે. આમાં એક અલગ પ્લાન દ્વારા લોકોને પ્રકૃતિ સાથે જોડવામાં આવે છે. ગ્રીન પ્રિસ્ક્રિપ્શન પ્રોગ્રામમાં ઘણીવાર સ્થાનિક ઉદ્યાનો અને મનોરંજન વિભાગ, સમુદાય સંસ્થાઓ અને અન્ય જૂથો સાથે ભાગીદારીનો પણ સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
