રિલેશનશિપમાં ફ્લર્ટિંગ યોગ્ય છે કે નહીં? કરતા પહેલા આવી રીતે જાણી લો
એક છોકરો અને છોકરી વચ્ચે ફ્લર્ટિંગ મહત્વની વસ્તુ છે. રિલેશનશિપ શરૂ થાય તે પહેલાના સ્ટેજમાં ફ્લર્ટિંગ દ્વારા છોકરો છોકરી સાથે એટેજ થવાનો પ્રયાસ કરે છે. ઘણા કેસમાં ફ્લર્ટિંગ છોકરીનોને ખરાબ લાગે છે તો ઘણા કેસમાં આવુ નથી હોતું. ફ્લર્ટિંગ ક્યારેક રિલેશનને મજબુત પણ બનાવે છે.
ઘણી વખત ફ્લર્ટ દરમિયાન લોકો જાણતા નથી કે તે હેલ્દી ફ્લર્ટિંગ છ કે નહીં, કેટલાક કિસ્સાઓમાં હદ પાર થતી પણ જોવા મળે છે. આ તમામ બાબતોનો યોગ્ય ખ્યાલ રખાય તો ફ્લર્ટિંગ હેલ્દી રહે છે અને તેના સારા પરિણામ છે.

ફ્લર્ટિંગના ઘણા પ્રકાર હોય છે અને જ્યારે તમે ફ્લર્ટિંગ કરતી વખતે તમારી મર્યાદા ઓળંગો છો તો તે તમારા અને સામેની વ્યક્તિ બંને માટે યોગ્ય નથી. આજે અમે તમને હેલ્ધી અને અનહેલ્ગી ફ્લર્ટિંગ વચ્ચેનો તફાવત સમજાવવા જઈ રહ્યા છીએ.
હેલ્ધી અને અનહેલ્ધી ફ્લર્ટિંગ વચ્ચે મોટો તફાવત છે. જ્યારે તમે હેલ્ધી ફ્લર્ટિંગ કરો છો તો તમારે તમારી સીમાઓનો ખ્યાલ રાખવો જોઈએ. તમે તમારા પાર્ટનર કે અન્ય કોઈ વ્યક્તિની પ્રશંસા કરો પરંતુ તે દરમિયાન તમારી મર્યાદાનું ધ્યાન રાખો.
આમાં તમારા શબ્દોની પસંદગી પર પણ ધ્યાન આપો. એવા કોઈ શબ્દનો ઉપયોગ ન કરો જે અભદ્રતા અથવા અશિષ્ટતા દર્શાવે. ફ્લર્ટ કરતી વખતે વ્યક્તિ શારીરિક રીતે સ્પર્શે નહીં અને કોઈપણ પ્રકારની અશ્લીલ ટિપ્પણીઓ કરાતી નથી. બીજી તરફ અનહેલ્ધી ફ્લર્ટમાં આ મર્યાદાઓ રહેતી નથી.
જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે હેલ્ધી ફ્લર્ટિંગ કરે છે ત્યારે તેની પાછળ કોઈ ચોક્કસ હેતુ કે ધ્યેય હોતો નથી. આ દરમિયાન બંને થોડો સમય સાથે વધુ ખુશી અનુભવે છે. જરૂરી નથી કે તમે જેની સાથે ફ્લર્ટ કરો છો તેની સાથે તમે રિલેશનમાં આવો.
તમને તે વ્યક્તિના વ્યક્તિત્વમાં કંઈક સારું મળ્યું અને તમે ફક્ત તેના વખાણ કરો છો. પરંતુ અનહેલ્ધી ફ્લર્ટિંગમાં વ્યક્તિનો મુખ્ય ઉદ્દેશ્ય સામેની વ્યક્તિ સાથે હુક અપ કરવાનો હોય છે.
જો તમે કોઈ સાથે હેલ્ધી ફ્લર્ટિંગ કરો તો સામેની વ્યક્તિને પણ તેનો અહેસાસ થાય છે. તેના ચહેરા પર સ્મિત આવે છે અને તમારા વિશે તે અભિપ્રાય બનાવે છે. જો તમે બિનઆરોગ્યપ્રદ ફ્લર્ટિંગ કરો છો તો સામેની વ્યક્તિને અજીબ લાગે છે. આ સ્થિતિમાં સામેની વ્યક્તિ ફરીથી તમારી પાસે નહીં આવે.
જો કોઈ વ્યક્તિ તમારી સાથે હેલ્ધી ફ્લર્ટિંગ કરી રહી છે તો તેનો અર્થ એ છે કે તેના મગજમાં કંઈ ખોટું નથી. તમે એકલા હોવ કે ન હોવ તેનાથી તેને કોઈ ફરક પડતો નથી. શક્ય છે કે તે વ્યક્તિ બધાની સામે પણ તમારા વખાણ કરે.
કોઈ વ્યક્તિ અનહેલ્ધી ફ્લર્ટિંગ કરે છે તો તેનો અર્થ એ છે કે તેનો ઈરાદો સાચો નથી. આ સ્થિતિમાં તે તમારા એકલા રહેવાની રાહ જુએ છે અને જ્યારે તમે એકલા હોવ ત્યારે જ તમારો સંપર્ક કરશે.
હેલ્દી ફ્લર્ટિંગનો અર્થ એ છે કે તમને એ વ્યક્તિમાં કંઈક ગમે છે અને તેની પ્રશંસા કરો છો. આ પ્રકારનું ફ્લર્ટિંગ સમય સાથે બદલાતું નથી. તને આમાં કંઈ હાંસલ કરવા નથી માંગતા. આ જ કારણ છે કે આ પ્રકારનું ફ્લર્ટિંગ લગ્ન પછી પણ ટાલુ રહે છે.
બીજી તરફ અનહેલ્ધી ફ્લર્ટિંગમાં વ્યક્તિનો ઉદ્દેશ્ય સામેની વ્યક્તિને પામવાનો છે. આમાં એક વખત મળી ગયા પછી ફ્લર્ટિંગ પુરૂ થઈ જાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
