અહીં અંતિમ સંસ્કારમાં ડાન્સરોને બોલાવીને ઉજવણી કરાય છે, જાણો ક્યાં જોવા મળે છે આ પરંપરા?
આ દુનિયામાં વિવિધ પ્રકારના લોકો પોતાની પરંપરાઓ સાથે જીવે છે. દુનિયામાં ઘણા વિસ્તારોમાં એવી પરંપરાઓ જોવા મળે છે જેના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યુ હોય. આજે આપણે આવી જ એક પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ચીનના કેટલાક શહેરોમાં અંતિમ સંસ્કાર દરમિયાન એક વિચિત્ર પરંપરા જોવા મળે છે. અહીં અંતિમ સંસ્કાર દરમિયાન બાર ગર્લ્સ લોકોનું મનોરંજન કરવાનું કામ કરે છે. દુનિયામાં અંતિમ સંસ્કારમાં ભાગ્યે જ આવી પરંપરા જોઈ હશે.

આ પરંપરા ચીનના કેટલાક વિસ્તારોમાં આજે પણ જોવા મળે છે. અહીં કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી તેના પરિવારજનો બાર ગર્લ્સને બોલાવે છે. આ બાર ગર્લ્સ ત્યાં ડાન્સ કરીને લોકોનું મનોરંજન કરે છે. આ ડાન્સર અંતિમ યાત્રા સાથે સાથે કોફિન પાસે ઉભા રહીને પણ સતત ડાન્સ કરે છે.
આમ કરવા પાછળનું કારણ ચૌકાવનારૂ છે. આવુ માત્ર ભીડ ભેગી કરવા માટે કરવામાં આવે છે. અહીંના લોકોનું માનવું છે કે જ્યારે બાર ગર્લ્સ ક્યાંક પરફોર્મ કરે છે ત્યારે અંતિમ સંસ્કારમાં ઘણા લોકો ભેગા થાય છે. બાર ગર્લ્સને જોઈને શોકસભામાં વધુને વધુ ભીડ એકઠી થવા લાગે છે.
ચૌકાવનારી બાબત એ છે કે અહીં એડલ્ટ ડાન્સ પણ થાય છે. બાર ડાન્સર્સ ભીડમાં ડાન્સ કરે છે અને ઘણી વખત જીપ અથવા વાહન પર ઉભા રહીને પણ ડાન્સ કરતી જોવા મળે છે.
આ લોકોનું માનવું છે કે જો મોટી સંખ્યામાં લોકો ભેગા થાય તો મૃતકની આત્માને શાંતિ મળે છે. આ કારણે અહીંના લોકો ભીડ એકઠી કરવા બાર ગર્લ્સનો સહારો લે છે અને તેમને શબપેટી પાસે અને અંતિમ યાત્રા દરમિયાન ડાન્સ કરાવે છે, જેથી ત્યાં વધુને વધુ લોકો આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
