હાથીના દાંતમાં એવુ તો શું છે કે સોના કરતા પણ મોંઘા વેચાય છે?
દુનિયામાં મોટાભાગના હાથીઓનું નિકંદન તેના મોંઘા દાંતને કારણે નીકળી રહ્યું છે. તમને સવાલ થતો હશે કે આખરે હાથીના દાંતમાં એવુ તો શું છે કે તે સોના કરતા મોંઘા વેચાય છે? હાથી દાંતની દાણચોરી પાછળ ઘણા ચૌકાવનારા કારણો છે.
હાથીના દાંતનો ઉપયોગ આભુષણો બનાવવામાં થાય છે. નેકલેસ અને બંગડી સહિતના મોંઘા ઘરેણાં હાથીના દાંતમાંથી બનાવવામાં આવે છે. સમાજના રિચ ક્લાસ માટે આ બધી વસ્તુઓ સ્ટેટસ સિમ્બોલ છે અને તેના કારણે જ હાથી દાંત આટલા મોંઘા હોય છે.

હાથી દાંતમાંથી બનાવેલી જ્વેલરીનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવી રહ્યો છે. પ્રાચીન સમયમાં પણ રાજા રજવાડાઓમાં ઉચ્ચ વર્ગના લોકોમાં આવા ઘરેણાંની મોટી માંગ હતી. ઘણી વિશેષ જગ્યાએ આ સામાન્ય સંસ્કૃતિનો ભાગ હતો. આ જ કારણ છે કે હાથીદાંત સોના કરતાં મોંઘા હોય છે.
ધાર્મિક કારણો અને અંધશ્રદ્ધાને કારણે પણ હાથીના દાંતની માંગ રહે છે. હિન્દુ દેવતા શ્રી ગણેશને હાથીના રૂપમાં દર્શાવાયા છે. જેમાં હાથીના દાંતની જેમ દાંત બહાર આવતા જોવા મળે છે. તેથી જ હિન્દુઓમાં પણ તેની ખૂબ માંગ છે.
જો કે હવે વિવિધ દેશોની સરકારોએ હાથી દાંતનો ધંધો ગેરકાયદેસર જાહેર કર્યો છે. આવુ કરવા પર ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમની કલમ 9 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. લોકો દાંતના લોભમાં હાથીઓની હત્યા કરે છે. આ જ કારણ છે કે ભારતમાં આજે હાથીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે.
તમને જણાવી દઈએ કે, સરકારની સખ્તી છત્તા પણ ભારતમાં સતત હાથી દાંતની દાણચોરી થતી રહે છે. પોલીસ વિવિધ જગ્યાએથી ઘણા લોકો દાણચોરી કરતા લોકોને સતત ઝડપી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
