ભારતની ટોપ 10 હેચબેક ડીઝલ કાર્સ, કિંમત 6 લાખ રૂપિયા
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં સમયાંતરે આપણને એકથી એક ચઢિયાતી કાર લોન્ચ થતી હોવાના સમાચાર મળતા રહે છે, જેમાં સેડાન, હેચબેક, એસયુવી, વૈભવી અને સ્પોર્ટ્સ કાર હોય છે. આ કાર્સને ભારતમાં પેટ્રોલ અને ડીઝલ વેરિએન્ટમાં લોન્ચ કરીને બન્ને પ્રકારના કાર ચાલકોને આકર્ષવાનો પ્રયાસ વિવિધ કાર નિર્માતા કંપનીઓ દ્વારા કરવામાં આવે છે.
ભારતમાં મોટી માત્રામાં ડીઝલ હેચબેક કાર્સ લોન્ચ થવાથી સામાન્ય રીતે કઇ કાર પર પસંદગી ઉતરાવી તે કઠીન બની જાય છે. જો તમે પણ 6 લાખ રૂપિયા સુધીની કિંમત ધરાવતી કોઇ ડીઝલ હેચબેક કાર ખરીદવા માગો છો અને કઇ કાર પર પસંદગી ઉતારવી તેને લઇને મુંઝવણમાં છો તો અમે અહીં ટોપ 10 ડીઝલ હેચબેક કાર્સ અંગે તસવીરો થકી માહિતી આપી રહ્યાં છીએ જે તમને મદદરૂપ થશે. તો ચાલો એ કાર્સ અંગે જાણીએ.
આ પણ વાંચોઃ- ડ્રાઇવિંગના મામલે વિશ્વના ટોપ 10 સૌથી ખરાબ શહેરો
આ પણ વાંચોઃ- નવી હોન્ડા સિટી સાથે જોડાયેલી આઠ વાતો

શેવરોલે બીટ ડીઝલ
એન્જીનઃ- 1.0 લિટર 12વી સ્માર્ટટેક ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 57.6 બીએચપી અને 1750 આરપીએમ પર 150 એનએમનું ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 22.5 કિ.મી પ્રતિ લિટર(શહેર) અને 25.44 કિ.મી પ્રતિ લિટર(હાઇવે)
કિંમતઃ- 4.77 લાખ રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)

ફોર્ડ ફિગો ડીઝલ
એન્જીનઃ- 1.4 લિટર 8વી ડ્યુરાટાર્ક ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 68.05 બીએચપી અને 2000 આરપીએમ પર 160 એનએમનું ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 17 કિ.મી પ્રતિ લિટર(શહેર) અને 20 કિ.મી પ્રતિ લિટર(હાઇવે)
કિંમતઃ- 4.81 લાખ રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)

મારુતિ સ્વિફ્ટ ડીઝલ
એન્જીનઃ- 1.3 લિટર 16વી ડીડીઆઇએસ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 75 બીએચપી અને 2000 આરપીએમ પર 190 એનએમનું ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 18.1 કિ.મી પ્રતિ લિટર(શહેર) અને 22.9 કિ.મી પ્રતિ લિટર(હાઇવે)
કિંમતઃ- 5.45 લાખ રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)

સ્કોડા ફેબિયા ડીઝલ
એન્જીનઃ- 1.2 લિટર 12વી ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જીન, 4200 આરપીએમ પર 75 બીએચપી અને 2000 આરપીએમ પર 180 એનએમનું ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 17.43 કિ.મી પ્રતિ લિટર(શહેર) અને 20.86 કિ.મી પ્રતિ લિટર(હાઇવે)
કિંમતઃ- 6.24 લાખ રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)

ફિઆટ પુન્ટો ડીઝલ
એન્જીનઃ- 1.3 લિટર 16વી મલ્ટીજેટ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 75 બીએચપી અને 1750 આરપીએમ પર 197 એનએમનું ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 18 કિ.મી પ્રતિ લિટર(શહેર) અને 21.2 કિ.મી પ્રતિ લિટર(હાઇવે)
કિંમતઃ- 5.27 લાખ રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)

રેનો પલ્સ ડીઝલ
એન્જીનઃ- 1.5 લિટર 8વી કે9કે ઇનલાઇન ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 63.12 બીએચપી અને 2000 આરપીએમ પર 160 એનએમનું ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 20.04 કિ.મી પ્રતિ લિટર(શહેર) અને 23.08 કિ.મી પ્રતિ લિટર(હાઇવે)
કિંમતઃ- 6.16 લાખ રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)

ટોયોટા ઇટિઓસ લિવા ડીઝલ
એન્જીનઃ- 1.4 લિટર 8વી ડી4ડી ડીઝલ એન્જીન, 3800 આરપીએમ પર 67.06 બીએચપી અને 1800-2400 આરપીએમ પર 170 એનએમનું ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 20.32 કિ.મી પ્રતિ લિટર(શહેર) અને 23.59 કિ.મી પ્રતિ લિટર(હાઇવે)
કિંમતઃ- 5.74 લાખ રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)

ફોક્સવેગન પોલો ડીઝલ
એન્જીનઃ- 1.5 લિટર 16 વી ટીડીઆઇ ડીઝલ એન્જીન, 4200 આરપીએમ પર 88.8 બીએચપી અને 1500-2750 આરપીએમ પર 230 એનએમનું ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 16.02 કિ.મી પ્રતિ લિટર(શહેર) અને 20.14 કિ.મી પ્રતિ લિટર(હાઇવે)
કિંમતઃ- 6.27 લાખ રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)

નિસાન માઇક્રા ડીઝલ
એન્જીનઃ- 1.5 લિટર 8 વી ઇનલાઇન ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 63.1 બીએચપી અને 2000 આરપીએમ પર 160 એનએમનું ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 18.5 કિ.મી પ્રતિ લિટર(શહેર) અને 23.8 કિ.મી પ્રતિ લિટર(હાઇવે)
કિંમતઃ- 5.57 લાખ રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)

હુન્ડાઇ આઇ20 ડીઝલ
એન્જીનઃ- 1.4 લિટર 16 વી યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 88.76 બીએચપી અને 1500-2750 આરપીએમ પર 219.6 એનએમનું ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 18.4 કિ.મી પ્રતિ લિટર(શહેર) અને 21.9 કિ.મી પ્રતિ લિટર(હાઇવે)
કિંમતઃ- 5.94 લાખ રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
