તમે પહેલા ક્યારેય નહીં જોઇ હોય આવી સ્પોર્ટ કાર
સ્પોર્ટ કાર્સનો એક અલગ જ ક્રેઝ હોય છે, આકર્ષક શાર્પ લુક, દમદાર એન્જીન ક્ષમતા અને ગરજતો અવાજ દરેક કાર પ્રેમીને દિવાના બનાવી દે છે. અત્યાર સુધી તમે અનેક શાનદાર સ્પોર્ટ કારને જોઇ હશે, પરંતુ આ વખતે જે સ્પોર્ટ કાર અમે તમારી સામે લઇને આવ્યા છીએ તે ઘણી જ ખાસ છે. આ સ્પોર્ટ કારનું નામ છે બ્લેડ ગ્લાઇડર.
જેમ કે તમે તેના નામથી જ તેના વજૂદનો આભાસ કરી શકે છે. તમને જણાવી દઇએ કે, બ્લેડ ગ્લાઇડર નામની આ કોન્સેપ્ટ કારને જાપાની કાર નિર્માતા કંપની નિસાન ટોક્યો મોટર શોમાં પ્રદર્શિત કરવા જઇ રહી છે. નોંધનીય છે કે ટોક્યો મોટર શો આગામી 20 નવેમ્બરથી શરૂ થશે. આ મોટર શોમા વિશ્વ ભરના વાહન નિર્માતા એકથી એક ચઢિયાતી શાનદાર કાર્સ રજુ કરવાના છે. તો ચાલો તસવીરો થકી જોઇએ આ શાનદાર કારને.

શાનદાર કાર બ્લેડ ગ્લાઇડર
આગળ નેક્સ્ટ સ્લાઇડ પર ક્લિક કરો અને તસવીરોમાં જુઓ શાનદાર કાર બ્લેડ ગ્લાઇડરને.

સાયન્સ ફિક્શન મૂવી જેવું નામ
બ્લેડ ગ્લાઇડર નામ એક સાયન્સ ફિક્શન મૂવી જેવું લાગે છે, તેવી જ રીતે આ કાર પણ શાનદાર છે. હાલ કંપની આ કારને કોન્સેપ્ટ સંસ્કરણને રજુ કરવા જઇ રહી છે.

આ એક રોડ લીગલ કાર
એવું ઘણી વાર જોવા મળે છે કે, વાહન નિર્માતા ગ્રાહકોને આકર્ષિત કરવા માટે આ પ્રકારની કોન્સેપ્ટ કારને રજુ કરે છે, પરંતુ તેને રોડ લીગલ માન્યતા નથી મળતી, જેના કારણે તેનું વેચાણ નથી થઇ શકતું, જો કે, આ કાર સાથે એવું નથી. આ એક રોડ લીગલ કાર છે.

ડીઝાઇન ઘણી જ શાર્પ અને એક ગ્લાઇડર
તમને જણાવી દઇએ કે, આ કારમાં સામાન્ય કારની જેમ જ ચાર વ્હીલનો પ્રયોગ કરવામાં આવ્યો છે, પરંતુ સૌથી વધારે ખાસ વાત એ છે કે તેની ડીઝાઇન ઘણી જ શાર્પ અને એક ગ્લાઇડર જેવી છે.

ત્રણ લોકોને બેસવાની વ્યવસ્થા
કારની અંદર નિસાને કુલ ત્રણ લોકોને બેસવાની વ્યવસ્થા છે. જેમાં કાર ચાલકને ફ્રંટ રોમાં પરંતુ સેન્ટરમાં બેસશે, આ ઉપરાંત પાછળની રોમા બે લોકો બેસી શકે છે.

કારમાં સામાન્ય રીતે બે દરવાજાનો પ્રયોગ
કારમાં સામાન્ય રીતે બે દરવાજાનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે એક ગલ વિંગની ઉપરની તરફ ખુલે છે, જે આ કારને વધુ શાનદાર લુક પ્રદાન કરે છે.

કારનું બેલેન્સ
આ કારને શાનદાર બેલેન્સ પ્રદાન કરવા માટે આગળ અને પાછળના હિસ્સામાં વજનનો રેસિયો 30:70 રાખવામાં આવ્યો છે. જે કારના પરફોર્મન્સને સારું બનાવે છે.

કારના વ્હીલમાં જ ઇલેક્ટ્રિક મોટર્સનો પ્રયોગ
કંપનીએ આ કારના વ્હીલમાં જ ઇલેક્ટ્રિક મોટર્સનો પ્રયોગ કર્યો છે, જે ચાર વ્હીલમાં અલગ-અલગ છે. આ કારને સારી ગતિ પ્રદાન કરે છે.

શાનદાર ડેશબોર્ડ
નિસાન બ્લેડ ગ્લાઇડરનું શાનદાર ડેશબોર્ડ, જે કોઇ ફોર્મૂલા વન કારનો આભાસ કરાવે છે.

બેસવાની વ્યવસ્થા
કારની અંતર નિસાનમાં કુલ ત્રણ લોકોને બેસવાની વ્યવસ્થા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
