જાણો, કેવી રીતે કરશો તમારી કારનું પૅરલેલ પાર્કિંગ
ભારતમાં સૌથી વધારે કોઇ સમસ્યા હોય તો એ છે પાર્કિંગની. એક તો પાર્કિંગની પૂરતી જગ્યા નથી મળતી અને જો જગ્યા મળે તો પણ એ પ્રકારે પાર્કિંગ કરવામાં આવ્યું હોય છેકે આપણે આપણી કાર કે વાહને યોગ્ય રીતે પાર્ક કરી શકતાં નથી. પાર્કિંગની સૌથી મોટી સમસ્યા ત્યારે સર્જાય છે, જ્યારે એક કારની બાજૂમાં તેની જેમ જ એટલે કે સમાંતર પાર્કિંગ કરવાની ફરજ પડે.
આ પ્રકારનું પાર્કિંગ કરવું ઘણું જ અઘરું હોય છે અને તે એક અનુભવી ડ્રાઇવર જ કરી શકતો હોય છે. જોકે, તમે પણ આ પ્રકારે પાર્કિંગ કરી શકો છો બસ એ માટે કેટલીક સ્કિલની જરૂર છે, કારણ કે તે આપણી ઘણી બધી સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે, ખાસ કરીને આપણા શહેરની ટ્રાફિક સમસ્યાનું. ત્યારે આજે અમે અહીં એવી જ કેટલીક ટિપ્સ આપી રહ્યાં છીએ, જે તમને પૅરલેલ પાર્કિંગ એટલે કે સમાંતર પાર્કિંગ કરવામાં મદદરૂપ સાબિત થશે. તો ચાલો તસવીરો થકી એ ટિપ્સ પર નજર ફેરવીએ.

પૅરલેલ પાર્કિંગ
પૅરલેલ પાર્કિંગ કરવા માટેની ટિપ્સ જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

જગ્યા શોધો
જ્યારે તમે તમારી કાર પાર્ક કરવા માટે જગ્યા શોધતા હોવ ત્યારે તમારી કારને પાર્ક કરવામાં આવેલી કાર્સની નજીકથી ચલાવો અને જેવી જગ્યા મળે કે તુરત જ ઇન્ડિકેટર દર્શવો. જેવી તમને જગ્યા મળી જાય કે તુરત તમારી કારની ગતિને ધીમી કરો અને ચેક કરો કે પાર્કિંગ માટે તમે જે જગ્યા શોધી છે તેમાં તમારી કાર ફિટ બેસી શકે છે કે નહીં. એક વાતને ધ્યાનમાં રાખો કે કાર પાર્કિંગ કરતી વખતે આગળ અને પાછળ બે ફૂટની વધુ જગ્યા હોવી જરૂરી છે.

કારને ગોઠવો
જ્યારે તમને તમારી મનવાંછિત જગ્યા મળી જાય એટલે તમારી કારને જગ્યાની સામે ઉભી રાખો અને એક હાથ જેટલી જગ્યા તમારી કાર અને અન્ય કાર વચ્ચે રાખો. જેથી તમારાથી ભૂલથી પણ બીજી કાર પર કોઇ સ્ક્રેચ પડશે નહીં. એક વાતને ધ્યાનમાં રાખો કે તમારી કારના રીયર વ્હીલને અન્ય કારના રીયર વ્હીલની સાથે સરખાવીને જ ઉભી રાખો.

સ્થળમાં પાછી લેવી
પૅરલેલ પાર્કિંગનું સૌથી મહત્વનું પાસુ છે પાર્કિંગ સ્પોટમાં તમારી કારને દાખલ કરવી. રિવર્સ ગીયર કરો અને સ્ટીયરિંગને સંપૂર્ણપણે ડાબી બાજૂ વાળી દો(અમારા કેસમાં પાર્કિંગની જગ્યા રસ્તાના અધિકારમાં આવતી હતી, કારણ કે તે રોડની જમણી બાજુએ આવેલી હતી) કારને જ્યારે રિવર્સ લઇ રહ્યા છો ત્યારે કારની ગતિ ધીમી રાખો અને જ્યારે તમારી કાર 46 ડિગ્રી એંગલ પર આવી જાય ત્યારે કારના સ્ટીયરિંગને ઝડપભેર સીધુ કરો.

સ્થળમાં પાછી લેવી
સીદી દિશામાં 45 ડિગ્રી રાખવાનું ચાલું રાખો જ્યા સુધી તમને ઉતરવા માટેની જગ્યા ના મળે અને બાદમાં કારમાંથી નીચે ઉતરો. તમારી કારને ફૂટપાથથી એક ફૂટના અંતરે અને પાછળના ભાગે અમુક ફૂટના અંતરે પાર્ક કરો.

કારને સીધી રાખો
કારને રિવર્સ લેવાનું પૂર્ણ થયા બાદ પુરતી જગ્યામાં કારને ફીટ કરવા માટે સ્ટીયરિંગને ટર્ન કરવું જોઇએ અને તમારી કારના ફ્રન્ટ બમ્પરને તમારી આગળ રહેલી કારના રીયર બમ્પરની નજીક સેટ કરો. જોકે એવું કરતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે તમારી કાર અન્ય કારને અડી ન જાય. ત્યાર બાદ મિરરમાં જુઓ કે તમને ફૂટપાથ દેખાય છે કે નહીં. જો તમને ફૂટપાથ દેખાતો ન હોય તો સમજવું કે તમારી કાર ફૂટપાથની નજીક છે.

કારને મધ્યમાં ગોઠવવી
પૅરલેલ પાર્કિંગનું આ સરળ ચરણ છે. તમે ઘરે પણ આ પ્રકારે સેન્ટરમાં કાર પાર્ક કરતા હશો. અગાઉના સ્ટેપ જોયા બાદ તમારે તમારી કારને સેન્ટરમાં કેવી રીતે સેટ કરવી એ પણ જાણી લેવું જરૂરી છે. જ્યારે તમે આ પ્રકારે કારને પાર્ક કરતા હોવ ત્યારે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે તમારી આગળ અને પાછળ રહેલા વાહનને નીકળવા માટે પૂરતી જગ્યા મળે, કારણ કે આમ કરવાથી તમારી કારને નુક્સાન ઓછું થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
