ઇઝરાયેલને મુળથી ઉખેડવાની તૈયારી? હમાસે જંગનું એલાન કર્યા બાદ ઈરાન પણ તૈયાર
ગાઝામાં નરસંહાર કરનારા ઇઝરાયેલ વિરૂદ્ધ હમાસે જંગનું એલાન કર્યુ છે. બીજી તરફ ઇરાને પણ મોરચો સંભાળવા માટે તૈયારી શરૂ કરી છે.
હમાસે ફરી એકવાર ઇઝરાયેલ પર હુમલો કર્યો છે. તેલ અવીવ પર મિસાઇલો છોડવામાં આવી હોવાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, અલ-કાસમ બ્રિગેડે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

હમાસે કહ્યું છે કે તેણે તેલ અવીવ પર બે રોકેટ છોડ્યા અને વિસ્ફોટ સંભળાયા છે. હમાસની લશ્કરી પાંખ અલ-કાસમ બ્રિગેડે મંગળવારે જાહેરાત કરી કે તેણે તેલ અવીવ અને આસપાસના વિસ્તારોને નિશાન બનાવતા બે M90 રોકેટ છોડ્યા છે.
મંગળવારે સેનાના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, થોડા સમય પહેલા એક હથિયાર ગાઝા પટ્ટીને વટાવીને મધ્ય ઇઝરાયેલના સમુદ્ર વિસ્તારમાં પડ્યુ છે. સ્થાનિક લોકોએ શહેરમાં જોરદાર ધડાકાનો અવાજ સાંભળ્યો પરંતુ ઇમારતોને કોઈ નુકસાન થયું નથી. આ ઉપરાંત એક વધારાના હથિયારની ઓળખ કરવામાં આવી છે, જે ઇઝરાયેલના ક્ષેત્રમાં પ્રવેશી શકી નથી.
જણાવી દઈએ કે, ઇઝરાયેલે રજા પર ગયેલા તમામ સૈનિકોને તાત્કાલિક દેશમાં પરત ફરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય સૈનિકોને ઈરાની જવાબી કાર્યવાહીના ડરથી ઈરાનની નજીક આવેલા અઝરબૈજાન અને જ્યોર્જિયાને તાત્કાલિક છોડી દેવા આદેશ કર્યો છે. ઈઝરાયેલના સંરક્ષણ દળોએ ઈરાનને ચેતવણી આપતા કહ્યું છે કે, અમે અમારા દુશ્મનોની જાહેરાતો અને નિવેદનોને ગંભીરતાથી લઈએ છીએ.
બીજી તરફ તણાવ વચ્ચે અમેરિકાએ ઇરાન દ્વારા ઇઝરાયેલ પર હુમલાની ચેતવણી આપી છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે તે સંપૂર્ણ રીતે એલર્ટ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
