Varalakshmi Vrat: શ્રાવણના અંતિમ શુક્રવારે રાખો વરલક્ષ્મીનું વ્રત, થશે સંતાન પ્રપ્તિ
Varalakshmi Vrat in Gujarati: વ્રત અને તહેવારો માટે શ્રાવણ માસનું ઘણું મહત્વ છે. આ મહિનામાં ભગવાન શિવની ઉપાસનાનું વિશેષ મહત્વ છે, અને ભક્તો મહાદેવની પૂજા કરવા માટે શ્રાવણ સોમવારના રોજ વ્રત રાખવામાં આવે છે.
દેવી પાર્વતીની આરાધના કરવા માટે શ્રાવણના દર મંગળવારના રોજ મંગલાગૌરી વ્રત રાખવામાં આવે છે. આ ઉપરાંત શ્રાવણનું બીજું મહત્વનું વ્રત છે વરલક્ષ્મી. વરલક્ષ્મી વ્રત ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવા માટે કરવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે, વરલક્ષ્મીનું વ્રત કરવાથી દેવી લક્ષ્મીની કૃપાથી સંતાન અને ધનની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, ક્યારે છે વરલક્ષ્મી વ્રત અને શું છે આ વ્રતનું મહત્વ.

વરલક્ષ્મી વ્રત ક્યારે કરવામાં આવશે? - શ્રાવણ મહિનાના છેલ્લા શુક્રવારે વરલક્ષ્મી વ્રત રાખવામાં આવે છે. અઠવાડિયાનો શુક્રવાર દેવી લક્ષ્મીની પૂજા માટે સમર્પિત છે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, શ્રાવણ મહિનાના છેલ્લા શુક્રવારનું વિશેષ મહત્વ છે અને આ દિવસે વરલક્ષ્મી વ્રત રાખવામાં આવે છે.
આ વખતે શ્રાવણ મહિનો 3 સપ્ટેમ્બરના રોજ પૂરો થશે અને શ્રાવણનો છેલ્લો શુક્રવાર 16મી ઓગસ્ટે આવશે. તેથી 16મી ઓગસ્ટે વરલક્ષ્મી ઉપવાસ કરવામાં આવશે.
વરલક્ષ્મી વ્રત સાથે જોડાયેલી માન્યતાઓ - શ્રાવણ માસ પૂજા માટે ખૂબ જ મહત્વપૂર્ણ મહિનો છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની સાથે નાગ દેવતાઓની પણ પૂજા કરવામાં આવે છે.
આ મહિનામાં શ્રાવણ સોમવાર, મંગલાગૌરી, નાગપંચમીની સાથે વરલક્ષ્મીનું વ્રત પણ રાખવામાં આવે છે. આ વ્રત દક્ષિણ ભારતમાં વધુ પ્રચલિત છે.
એવી ધાર્મિક માન્યતા આવે છે કે, વરલક્ષ્મીનું વ્રત રાખવાથી અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સંતાન અને ધનની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
વરલક્ષ્મી વ્રત રાખવા માટે સવારે શુભ સમયે ઘરમાં શ્રીયંત્ર સ્થાપિત કરવું જોઈએ. સાંજે ઘીનો દીવો પ્રગટાવો અને મહાલક્ષ્મી મંત્ર ઓમ શ્રીં હ્રીં શ્રીં નમઃનો જાપ કરો.
આ વ્રતના દિવસે મહિલાઓ રંગોળી બનાવે છે, અને હળદર અને કુમકુમનો ઉપયોગ કરીને સ્વસ્તિક ચિહ્ન બનાવે છે. આ સાથે વરલક્ષ્મી વ્રતના દિવસે સાત કન્યાઓને ઘરે બોલાવીને તેમને ચોખાની બનેલી ખીર ખવડાવવાની પણ પરંપરા છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
