Navratri 2024: તંત્ર સાધનાથી પૂરી થાય છે મનોકામના, જાણો માતા બગલામુખી મંદિરની ખાસ વાતો
Navratri 2024, Mata Baglamukhi Temple: આજે ત્રીજું નોરતું છે. નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે. નવરાત્રી માતાના દર્શન કરવાનું અને તેમની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે.
નવરાત્રીના નવ દિવસ દરમિયાન ભક્તો માતાને રિઝવવા માટે ઉપવાસ રાખે છે. આ સાથે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ઘણા ઉપાયો પણ કરે છે. આવામાં ભારતમાં ઘણા મંદિરો છે, જ્યાં નવરાત્રી પર દર્શન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.
આવું જ એક મંદિર મધ્ય પ્રદેશમાં આવેલું છે. આ મંદિર આગરમાં સ્થિત માતા બગલામુખીનું મંદિર અતિ પ્રાચિન છે. આ અહેવાલમાં આપણે માતા બગલામુખી મંદિરની વિશેષતાઓ વિશે જાણીશું.
મધ્યપ્રદેશના આગરમાં આ દિવસોમાં નવરાત્રીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યાં ભક્તો ભારે ભક્તિભાવથી દેવીની પૂજા કરવા માટે આવી રહ્યા છે. અહીં દેશના ખુણેખુણામાંથી માઁઈ ભક્તો આવે છે, અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માતાજીને અર્ચના કરે છે.
માતા બગલામુખીનું એક ખૂબ જ પ્રાચીન મંદિર છે. આ મંદિર ઉજ્જૈનના ધાર્મિક શહેરની નજીક આગર જિલ્લામાં સ્થિત નલખેડા શહેરમાં આવેલું છે.

એવી ધાર્મિક માન્યતા છે કે, આ મંદિરમાં યજ્ઞ કરવાથી અને માતાના દર્શન કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ જ કારણ છે કે, ફિલ્મ સ્ટાર્સથી લઈને મોટા મોટા રાજનેતાઓ પણ માતાના મંદિરે આવે છે, અને યજ્ઞ અને દર્શનનો લ્હાવો લે છે.
મળતી માહિતી અનુસાર આગર જિલ્લાના નલખેડામાં સ્થિત માતા બગલામુખીનું મંદિર એટલું પ્રાચીન છે કે, એનો ઉલ્લેખ મહાભારતના સમય પણ જોવા મળે છે. ભક્તો અનુમાન લગાવે છે કે, માતા બગલામુખી મંદિરની સ્થાપના 5000 વર્ષ પૂર્વે થઈ છે.
આ સાથે એવી પણ માન્યતા છે કે, મહાભારતના યુદ્ધમાં વિજય મેળવવા માટે પાંડવોએ માતા બગલામુખી મંદિરે માતાજીની સાધના કરી હતી, ત્યારથી આ મંદિરમાં શત્રુનો નાશ કરનારા યજ્ઞ વિધિ કરવામાં આવે છે.
આ મંદિરમાં માતા બગલામુખી, માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની મૂર્તિઓ સ્થાપિત છે. આ મૂર્તિઓ સ્વયંભૂ છે. આ સાથે માતા બગલામુખીનું પ્રાચીન મંદિર ચારે બાજુથી સ્મશાનથી ઘેરાયેલું છે, તેથી જ આ મંદિરમાં તાંત્રિક વિધિનું પણ ખાસ મહત્વ છે.
નલખેડા સ્થિત માતા બગલામુખીના મંદિરમાં તાંત્રિક સાધનાની સાથે મિર્ચી યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. માતાના મંદિરમાં યોજાતા યજ્ઞ માટે લોકો દૂર-દૂરથી મંદિરે પહોંચે છે.
આ સાથે નવરાત્રી દરમિયાન માતા બગલામુખીના મંદિરમાં યજ્ઞ કરવા માટે ભક્તોને લાંબો સમય રાહ જોવી પડે છે. આ મંદિરમાં યજ્ઞનું આયોજન મુખ્યત્વે શત્રુઓનો નાશ, કોર્ટ કેસ જીતવા અને ચૂંટણીમાં વિજય જેવા કાર્યોને પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે.
આ ઉપરાંત ભક્તો પોતાની ઈચ્છાઓ લઈને માતાના દરબારમાં પણ પહોંચે છે, જ્યાં એવું માનવામાં આવે છે કે માતા બગલામુખી ભક્તોની દરેક ઈચ્છા જલ્દી પૂરી કરે છે.
જો ધાર્મિક માન્યતાઓ પર એક નજર કરીએ તો, માતા બગલામુખીના માત્ર ત્રણ મંદિરો છે, જેમાંથી એક મંદિર નેપાળમાં છે, અને બે મંદિર ભારતમાં છે. ભારતમાં સ્થાપિત આ બંને મંદિરો મધ્યપ્રદેશમાં આવેલા છે, જ્યાં એક નલખેડામાં અને બીજું દતિયામાં છે.
નવરાત્રિ દરમિયાન માતા બગલામુખીના મંદિરમાં પહોંચનારા ભક્તોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થતો રહ્યો છે, જ્યાં સમગ્ર 9 દિવસ સુધી માતા રાનીના દરબારમાં ધાર્મિક અનુષ્ઠાનનો સિલસિલો ચાલુ રહે છે. માતા રાનીના દર્શન કરવા અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા માટે ભક્તો દૂર-દૂરથી અહીં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
