WPL 2025 : રિચા ઘોષ અને કણીકા અહુજાની ધમાકેદાર બેંટીંગ, બેંગ્લોરે જીત સાથે શરૂઆત કરી
WPL 2025 : વૂમન્સ પ્રિમિયર લીગની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. બેંગ્લોરે તેના પહેલા જ મુકાબલામાં ધમાકેદાર જીત સાથે લીગની શરૂઆત કરી છે.
વિમેન્સ પ્રીમિયર લીગ 2025ની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન આરસીબીએ સિઝનની શરૂઆત મોટી જીત સાથે કરી છે.

WPL 2025ની પ્રથમ મેચમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 201 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલુરુની ટીમે 9 બોલ બાકી રહેતા 6 વિકેટે મેચ જીતી લીધી.
વડોદરામાં રમાયેલા આ મુકાબલામાં RCBની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. મંધાનાએ કહ્યું હતું કે ઝાકળ મેચમાં મોટી ભૂમિકા ભજવી શકે છે અને વાસ્તવિકતામાં પણ કંઈક આવું જ બન્યું.
ગુજરાત બેટિંગમાં સ્કોરબોર્ડ પર 201 રન બનાવવામાં સફળ રહ્યું હતું. પરંતુ બીજા દાવમાં ઝાકળને કારણે બોલિંગ કરવી મુશ્કેલ બની ગઈ હતી. જોકે આરસીબીએ સ્મૃતિ મંધાના (9 રન) અને ડેનિયલ વ્યાટ (4 રન)ની વિકેટો વહેલી ગુમાવી દીધી હતી પરંતુ એલિસ પેરી અને રિચા ઘોષે સંજોગોનો પૂરો ફાયદો ઉઠાવીને આરસીબીને જીત સુધી પહોંચાડી દીધી.
આ જીત સાથે RCB મહિલા પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર ચેઝ કરનારી ટીમ બની ગઈ છે. RCB WPLના ઈતિહાસમાં 200થી વધુ રનના સ્કોરનો સફળતાપૂર્વક પીછો કરનાર પ્રથમ ટીમ પણ બની છે. આ પહેલા આ રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સના નામે હતો, જેણે 2024માં ગુજરાત જાયન્ટ્સ સામે 191 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ગુજરાત માટે શરમજનક બાબત છે કે WPL ઈતિહાસમાં ચાર સૌથી મોટા ચેઝ માત્ર ગુજરાતની ટીમ સામે જ થયા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
