કૉમનવેલ્થ ગેમ્સ 2022ની 37 સભ્યોની ટીમને લીડ કરશે નીરજ ચોપડા
રાષ્ટ્રમંડળ રમતગમત 2022માં નીરજ ચોપડા 37 સભ્યોની ભારતીય એથલેટિક્સ દળનુ નેતૃત્વ કરશે.
નવી દિલ્લીઃ રાષ્ટ્રમંડળ રમતગમત 2022માં નીરજ ચોપડા 37 સભ્યોની ભારતીય એથલેટિક્સ દળનુ નેતૃત્વ કરશે જ્યારે તેજસ્વિન શંકર બહાર થઈ ગઈ છે. એથલેટિક્સ ફેડરેશન ઑફ ઈન્ડિયાએ CWG 2022 માટે 37 સભ્યોના દળની ઘોષણા કરી. એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા (AFI)એ ગુરુવારે, જૂન 16ના રોજ બર્મિંગહામમાં જુલાઈમાં યોજાનારી કૉમનવેલ્થ ગેમ્સ માટે 37 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. AFI દ્વારા પસંદ કરાયેલી 37 સભ્યોની ટીમમાં 18 મહિલાઓ છે. નીરજ ચોપરાએ તાજેતરમાં ફિનલેન્ડમાં વર્લ્ડ કોન્ટિનેન્ટલ ટૂર ઇવેન્ટમાં પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો.

નીરજ, રોહિત યાદવ અને ડીપી મનુ સહિત 3 સભ્યોનુ નામ
પુરુષોની ભાલાની ટીમમાં નીરજ, રોહિત યાદવ અને ડીપી મનુ સહિત 3 સભ્યોનુ નામ આપ્યુ છે. જ્યારે AFI એ મલ્ટી સ્પોર્ટિંગ ઇવેન્ટ માટે 4×400m રિલે ટીમનુ નામ પણ આપ્યુ છે. દુતી ચંદ અને હિમા દાસ જેવા ખેલાડીઓ પણ 4x100 મીટર રિલે ટીમમાં સ્થાન મેળવ્યા બાદ પુનરાગમન કરશે.ટીમમાં અવિનાશ સેબલ પણ છે જેમણે તાજેતરમાં જ આઠમી વખત પોતાનો 3000 મીટર સ્ટીપલચેસનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો તેમજ જ્યોતિ યારાજી જેણે ગયા મહિને બે વાર પોતાનો 100m NR તોડ્યો હતો. તેજસ્વિન શંકરની પસંદગી કરવામાં આવી નથી કારણ કે તેણે રાષ્ટ્રીય આંતર-રાજ્યમાં ભાગ લીધો ન હતો અને છૂટ માંગી ન હતી.

ખેલાડીઓએ પોતાનુ ફોર્મ અને ફિટનેસ સાબિત કરવી પડ
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ બર્મિંગહામ ગેમ્સ પહેલા કેટલાક ખેલાડીઓએ પોતાનુ ફોર્મ અને ફિટનેસ સાબિત કરવી પડશે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા AFIને 36 એથ્લેટ્સનો ક્વોટા આપવામાં આવ્યો હતો પરંતુ તેણે વધુ માટે IOCને વિનંતી કરી છે. AFIને 28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાનારી ગેમ્સ માટે ભારતીય ટીમમાં 36નો ક્વોટા આપવામાં આવ્યો છે.

કૉમનવેલ્થ ગેમ્સ 2022 માટે એથ્લેટિક્સ ટીમ
પુરૂષ: અવિનાશ સેબલ (3000 મીટર સ્ટીપલચેઝ), નિતેન્દ્ર રાવત (મેરેથોન), એમ શ્રીશંકર અને મોહમ્મદ અનીસ યાહિયા (લાંબી કૂદ), અબ્દુલ્લા અબુબકર, પ્રવીણ ચિત્રવેલ અને અલ્ધોસ પોલ (ટ્રિપલ જમ્પ), તજિન્દરપાલ સિંઘ તૂર (શોટ પુટ); નીરજ ચોપરડા, ડીપી મનુ અને રોહિત યાદવ (ભાલા ફેંક), સંદીપ કુમાર અને અમિત ખત્રી (રેસ વૉકિંગ), અમોઝ જેકબ, નોઓ નિર્મલ ટૉમ, અરોકિયા રાજીવ, મોહમ્મદ અજમલ, નાગનાથન પાન્ડી અને રાજેશ રમેશ (4x400m રિલે).
મહિલા: એસ ધનલક્ષ્મી (100મી અને 4x100મી રિલે), જ્યોતિ યારાજી (100 મીટર હર્ડલ્સ), ઐશ્વર્યા બી (લોંગ જમ્પ અને ટ્રિપલ જમ્પ) અને એન્સે સોજન (લોંગ જમ્પ), મનપ્રીત કૌર (શોટ પુટ); નવજીત કૌર ઢિલ્લો અને સીમા અંતિલ પુનિયા (ડિસ્કસ થ્રો), અન્નુ રાની અને શિલ્પા રાની (ભાલા ફેંક), મંજુ બાલા સિંહ અને સરિતા રોમિત સિંહ (હેમર થ્રો), ભાવના જાટ અને પ્રિયંકા ગોસ્વામી (રેસ વૉકિંગ), હિમા દાસ, દુતી ચંદ, સરબાની નંદા, એમવી જીલાના અને એનએસ સિમી (4x100m રિલે).












Click it and Unblock the Notifications
