વિશ્વના સૌથી વધુ કમાતા ટોચના 100 ખેલાડીઓમાં એકમાત્ર ભારતીય, જાણો આ લિસ્ટમાં બીજુ કોણ કોણ છે?
ભારતીય ક્રિકેટમાં કોહલીનો કોઈ મુકાબલો નથી. સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની અને હવે હાલ વિરાટ કોહલી ટોચ પર છે.
ભારતીય ક્રિકેટમાં કોહલીનો કોઈ મુકાબલો નથી. સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની અને હવે હાલ વિરાટ કોહલી ટોચ પર છે. હાલમાં જ Sportico's 100 Highest-Paid Athletes in the World-2022 નામે વિશ્વના સૌથી વધુ કમાતા 100 ખેલાડીઓની યાદી જાહેર કરાઈ છે. આ યાદીમાં વિરાટ કોહલી એકલો ભારતીય છે. આ સિવાયના ખેલાડીઓની આવક જાણીને તમે ચોકી જશો.

લેબ્રોન જેમ્સ
આ લિસ્ટમાં સૌથી ટોચનું નામ બાસ્કેટબોલ લેજેન્ડ લેબ્રોન જેમ્સનું છે. તેની વાર્ષિક કમાણી 126.9 મિલિયન ડોલર એટલે કે 10.2 અબજ રૂપિયા છે. જેમ્સની કમાણીનો મોટો હિસ્સો Nike, Walmart, Crypto.com સહિતની મોટી બ્રાન્ડની જાહેરાતથી આવે છે.

લિયોનેલ મેસ્સી
આ લિસ્ટમાં બીજા નંબરે આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી છે. તેની વાર્ષિક કમાણી 122 મિલિયન ડોલર એટલે કે 9.8 બિલિયન છે. મેસ્સી કતરમાં ફિફા વર્લ્ડ કપ 2022માં રમી રહ્યો છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
આ લિસ્ટમાં ફૂટબોલરોનો દબદબો છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. હાલ કતરમાં વર્લ્ડકપ રમાઈ રહ્યો છે ત્યારે રોનાલ્ડોની વાર્ષિક આવક 115 મિલિયન ડોલર છે. આ રૂપિયા ભારતીય ચલણમાં 9.3 બિલિયન રૂપિયા થાય છે.

નેમાર
આ લિસ્ટમાં આગળનું નામ નેમારનું છે. ફૂટલોબ ખેલાડી નેમાર 103 મિલિયન ડોલરની વાર્ષિક કમાણી સાથે ચોથા નંબર પર છે.

રોજર ફેડરર
આ લિસ્ટમાં આગળનું નામ હાલમાં જ નિવૃત્ત થયેલા ટેનિસ ખેલાડી રોજર ફેડરરનું છે. ફેડરર આ લિસ્ટમાં 8મા નંબરે છે. તેની વાર્ષિક કમાણી 85.7 મિલિયન એટલે કે 6.9 અબજ રૂપિયા છે. આ લિસ્ટમાં 10 સ્પોર્ટ્સ અને 24 દેશોના ખેલાડીઓ સામેલ કરાયો છે.

નાઓમી ઓસાકા
મહિલા ખેલાડીઓની વાત કરીએ તો, જાપાનની સુપરસ્ટાર નાઓમી ઓસાકા ટોચ પર છે. તે 100 ખેલાડીઓની યાદીમાં તે 20મા નંબરે છે. ઓસાકાની વાર્ષિક આવક 53.2 મિલિયન ડોલર છે.

સેરેના વિલિયમ્સ
આ લિસ્ટમાં અમેરિકન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ પણ સામેલ છે. 35.3 મિલિયન ડોલરની કમાણી સાથે તે 52માં નંબર પર છે.

વિરાટ કોહલી
આ યાદીમાં એકમાત્ર ભારતીય ખેલાડી સામેલ છે. આ ખેલાડી વિરાટ કોહલી છે. આ લિસ્ટમાં કોહલી 61માં સ્થાને છે. વિરાટ કોહલીની વાર્ષિક આવક 33.9 મિલિયન ડોલર છે. જે ભારતીય રૂપિયામાં 2.7 અરબ આસપાસ થાય છે. વિરાટ કોહલી આ રૂપિયા મેચ અને જાહેરાતોથી કમાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
