Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PAK vs NZ : પાકિસ્તાનની સેમિફાઈનલમાં પહોંચવાની ઉમ્મીદ બરકરાર, ન્યૂઝીલેન્ડ સામે 21 રને જીત

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની હાઈ સ્કોરર મેચમાં વરસાદ પાકિસ્તાન માટે વરસાદ બનીને આવ્યો છે. વરસાદને કારણે અધુરી રહેલી મેચમાં પાકિસ્તાનની ડકવર્થ લુઈસ મેથર્ડથી 21 રને જીત થઈ છે.

પાકિસ્તાન ડકવર્થ લુઈસ નિયમ હેઠળ જીતી અને આ સાતે જ પાકિસ્તાનની સેમીફાઈનલમાં પહોંચવાની આશા ફરીથી જીવંત થઈ છે.

PAK vs NZ

પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 401 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમે 21.3 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા. પરંતુ ત્યારબાદ વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી.

વરસાદ બાદ ફરી એકવાર મેચ શરૂ કરવામાં આવી. આ વખતે પાકિસ્તાનની ટીમે એક વિકેટે 200 રન બનાવ્યા હતા અને તે ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ન્યુઝીલેન્ડથી 21 રનથી આગળ રહી. ત્યારપછીની મેચ વરસાદના કારણે રમાઈ ન શકી અને પાકિસ્તાનને વિજેતા જાહેર કરી દેવાયુ.

પાકિસ્તાન તરફથી ઓપનર ફખર ઝમાને 81 બોલમાં 126 રનની ઇનિંગ રમી. તેણે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 11 સિક્સર ફટકારી હતી. આ સિવાય મહત્વપૂર્ણ 66 રન કેપ્ટન બાબર આઝમના બેટથી આવ્યા.

આ બંને બેટ્સમેનોએ પાકિસ્તાનની રન રેટ જાળવી રાખી. જેના કારણે પાકિસ્તાનની ટીમ વરસાદ છતા આ મેચ જીતવામાં સફળ રહી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X