IPL Auction 2025 : 20 કરોડથી વધુમાં વેચાયા આ ત્રણ ખેલાડીઓ, અધધ ખર્ચાયા 77.5 કરોડ
IPL Auction 2025 : આઈપીએલ મેગા ઓક્શનમાં ખેલાડીઓની બોલી લાગી રહી છે. આજે બીજા દિવસે ઓક્શનમાં ઘણા ખેલાડીઓ પર નજર રહેશે.
આ વખતે કેટલાક ખેલાડીઓને ચૌકાવ્યા છે. આ વખતે માત્ર ત્રણ ખેલાડીઓ પર અધધ 77 કરોડથી વધુ રૂપિયા ખર્ચાયા છે.

આ વખતે ફ્રેન્ચાઇઝીઓ ખેલાડીઓ પર 15 થી 25 કરોડ રૂપિયા ખર્ચી રહી છે. IPLમાં આ વખતે ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે નવો રેકોર્ડ બનાવ્યો છે.
પંત IPL ઈતિહાસનો સૌથી રૂપિયા મેળવનારો ખેલાડી બન્યો છે. જે રીતે રકમનો વરસાદ થયો છે છે તેને જોતા IPL વિશ્વની સૌથી મોંઘી લીગ બની ગઈ છે. લખનૌ સુપર જાયન્ટ્સે માત્ર ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
શ્રેયસ અય્યર રિષભ પંત પછી બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. પંજાબ કિંગ્સની ટીમે તેના પર 26.75 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ વખતે IPLમાં તમામ ફ્રેન્ચાઇઝી ભારતીય ખેલાડીઓ પર દિલ ખોલીને ખર્ચી છે.
શ્રેયસ અય્યર અને રિષભ પંત ગઈ સિઝનમાં અલગ-અલગ ટીમોમાં હતા. આ વખતે બંને ખેલાડીઓ નવી ફ્રેન્ચાઈઝી સાથે રમતા જોવા મળશે.
પંત લખનૌની ટીમ તરફથી અને શ્રેયસ અય્યર પંજાબ કિંગ્સ ટીમ તરફથી રમતા જોવા મળશે. અગાઉ ઋષભ પંત દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો પરંતુ આ વખતે તે લખનૌની ટીમ તરફથી રમતા જોવા મળશે.
આઈપીએલની હરાજીમાં ફ્રેન્ચાઈઝીએ જે પ્રથમ ખેલાડી પર બોલી લગાવી તે શ્રેયસ અય્યર હતો. શ્રેયસ અય્યરને પંજાબની ટીમે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો, જે બાદ તે થોડા સમય માટે IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો.
પંત માટે બોલી શરૂ થઈ તો ઐયરને પાછળ છોડી દીધો અને આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો. માનવામાં આવે છે કે શ્રેયસ અય્યર પંજાબ ટીમની કમાન સંભાળશે જ્યારે પંત લખનૌ ટીમની કમાન સંભાળશે.
આ વખતે વેંકટેશ અય્યર IPLની હરાજીમાં ત્રીજા સૌથી મોંઘા ખેલાડી બની ગયા છે. KKR ટીમે તેને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. મહત્વની વાત એ છે કે તેની મૂળ કિંમત માત્ર 2 કરોડ રૂપિયા હતી, પરંતુ તેને KKR દ્વારા 23.75 કરોડ રૂપિયાની રેકોર્ડ કિંમતે ખરીદ્યો.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
