આ મિસ્ટ્રી ગર્લ્સના નામે રહી આઈપીએલ 2023, જુઓ વાયરલ ફોટો
આઈપીએલની ધમાકેદાર ફાઈનલ અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ચાલી રહી છે. વરસાદ વચ્ચે અહીં બન્ને ટીમો જોર લગાવી રહી છે. આ વખતે પણ ખેલાડીઓ સાથે સાથે આઈપીએલમાં હસીનાઓનો ઝલવો જોવા મળ્યો છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ આઈપીએલમાં ઘણી મિસ્ટ્રી ગર્લ્સ વાયરલ થઈ છે. આ હસીનાઓ પર મેદાનનો કેમેરો આવતા જ તે રાતોરાત ફેમસ થઈ ગઈ છે. હવે ક્રિકેટ ફેન્સ આઈપીએલ સાથે સાથે આ હસીનાઓને પણ ઈન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે.

આ લિસ્ટમાં એક નામ ગુજરાત ટાઇટન્સની મિસ્ટ્રી ગર્લ તન્વી શાહ છે. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સની મેચ દરમિયાન તન્વી કેમેરા સામે આવી અને રાતો રાત વાયરલ થઈ ગઈ છે. તન્વી શાહ ગુજરાત ટાઈટન્સની એન્કર છે.
આ લિસ્ટમાં એક જુનુ અને જાણીતું નામ છે. સનરાઈઝર્સ હૈદરાબાદની સીઈઓ કાવ્યા મારન પણ આ આઈપીએલમાં છવાયેલી રહી છે. હૈદરાબાદના મેચ દરમિયાન કેમેરો તેના પર રહે છે. આ વખતે ખેલાડીઓ ટીમ સાથે સાથે કાવ્યા પણ છવાયેલી રહી છે.
મિસ્ટ્રી ગર્લ્સના લિસ્ટમાં આગળનું નામ સાહિબા શેરનીનું છે. પોતાની અદાઓથી ફેન્સને દિવાના બનાવનારી સાહિબા શેરની IPL 2023ની 39મી મેચમાં કેમેરા સામે આવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચ દરમિયાન સાહિબા અને તેના ટેટુએ ફેન્સનું ધ્યાન ખેંચ્યુ અને તે વાયરલ થઈ ગઈ.
આ સિઝનમાં શનાયા કપૂર પણ છવાયેલી રહી. શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાન સાથે મેદાન પર જોવા મળ્યા બાદ શનાયા કપૂર પણ ખુબ વાયરલ થઈ હતી. સુહાના કેકેઆરને સપોર્ટ કરવા માટે પહોંચી હતી.
આ આઈપીએલમાં એક વિદેશી યુવતીએ પણ લોકોના દિલ ધડકાવ્યા. પંજાબ કિંગ્સ વિરૂદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ દરમિયાન આ મિસ્ટ્રી ગર્લ ફેન્સની નજરમાં આવી. શિખર ધવનના બેટથી નીકળતા દરેક શોટ સાથે આ વિદેશી મહિલા ઉછળીને સેલિબ્રેટ કરી રહી હતી. તે પણ ખુબ વાયરલ થઈ.












Click it and Unblock the Notifications
