Ind vs SA : ચાહરની ખેલદિલીએ લોકોના દિલ જીત્યા, જાણો શું હતી પુરી ઘટના?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણીની છેલ્લી મેચ આજે હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમ ઇન્દોરમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
નવી દિલ્હી, 4 ઓક્ટોબર : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણીની છેલ્લી મેચ આજે હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમ ઇન્દોરમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પહેલા બે મેચ જીતીને સીરીઝ પોતાના નામે કરી લીધી છે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને ક્લીન સ્વીપ કરવા પર નજર રાખી રહી છે ત્યારે આફ્રિકન ટીમ આત્મસન્માન બચાવવા આ મેચ જીતવા ઈચ્છશે. ભારત માટે ફાસ્ટ બોલર દીપક ચહરે ખેલદિલી બતાવી લોકોના દિલ જીતી લીધા છે.

ભારત તરફથી દીપક ચહરે 16મીં ઓવર ફેંકી હતી. તે ઓવરના પહેલા બોલ પર એક્શન માટે દોડ્યો ત્યારે નોન-સ્ટ્રાઈકર બેટ્સમેન ટ્રીસ્ટન સ્ટબ્સ ક્રિઝની બહાર નીકળી ગયો હતો. આ દરમિયાન ચહરે તેને આઉટ કરવા માટે બોલને વિકેટ તરફ લંબાવ્યો હતો પરંતુ તે આઉટ કર્યો નહોતો. હવે તેની ખેલદિલીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, હર્ષલ પટેલ, દીપક ચહર, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ.
દક્ષિણ આફ્રિકા : ટેમ્બા બાવુમા (c), ક્વિન્ટન ડી કોક (wk), રિલે રોસૌવ, એડન માર્કરામ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, વેઈન પાર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ, કેશવ મહારાજ, કાગિસો રબાડા, લુંગી એનગિડી.












Click it and Unblock the Notifications
