હવે વુમન્સ પ્રીમિયલ લિગ માટે ઓક્શનની તૈયારી, આ મહિલા ક્રિકેટરો પર રહેશે તમામની નજર
4 માર્ચથી 26 માર્ચ દરમિયાન યોજાવા જઈ રહેલી વુમન્સ પ્રિમિયર લીગ માટે નિલામી યોજાવા જઈ રહી છે. આ નિલામીમાં ભારતીય મહિલા ક્રિકેટરો પર તમામની નજર રહેશે.
આઈપીએલની સફળતા બાદ હવે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ બીસીસીઆઈ વુમન્સ ક્રિકેટ લીગની શરૂઆત કરવા જઈ રહ્યું છે. વુમન્સ ક્રિકેટની વધી રહેલી લોકપ્રિયતા વચ્ચે હવે બીસીસીઆઈએ વુમન્સ ક્રિકેટ લીગની તૈયારીઓ શરૂ કરી છે. વુમન્સ ક્રિકેટ લીગ માટે બહુ જલ્દી ખેલાડીઓનું ઓક્શન યોજાવા જઈ રહ્યું છે. આ ઓક્શનમાં કેટલીક ભારતીય મહિલા ક્રિકેટરો પર તમામની નજર રહેશે.

વુમન્સ ક્રિકેટ લીગ 4 માર્થી 26 માર્ચ સુધી રમાશે
બીસીસીઆઈ દ્વારા 4 માર્ચથી 26 માર્ચ સુધી વુમન્સ ક્રિકેટ લીગ યોજવાની પહેલાથી જ જાહેરાત કરી દેવામાં આવી છે. આ માટે ફ્રેન્ચાઈઝી પણ આપી દેવાઈ છે. 22 મેચની આ લીગ માટે બહુ જલ્દી ખેલાડીઓની નિલામી યોજાવા જઈ રહી છે. આ ફ્રેન્ચાઈઝીમાં આ મહત્વના ખેલાડીઓ પર ટીમ દાવ લગાવશે.

હરમનપ્રીત કૌર
વિમેન્સ પ્રીમિયર લીગની પહેલી સિઝન 4 માર્ચથી શરૂ થવા જઈ રહે છે ત્યારે આ ટુનાર્મેન્ડમાં તમામની નજર ભારતીય દિગ્ગજ મહિલા ખેલાડી અને ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પર બધાની નજર રહેશે. હરમનપ્રીતની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા છે અને તમામ ફ્રેન્ચાઈઝીની તેના પર નજર રહેશે.

સ્મૃતિ મંધાના
ભારતીય સ્ટાર મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાની પણ ખૂબ જ લોકપ્રિયતા છે. મેદાન પર ધમાલ મચાવનારી સ્મતિ મંધાનાની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા છે અને તેના પર તમામ ફ્રેન્ચાઈઝી દાવ લગાવશે તે નક્કી છે.

રેણુકા સિંહ
છેલ્લા ટુંકા ગાળામાં ભારતીય મહિલા ક્રિકેટમાં ઝડપથી ઉભરી રહેલી રેણુકા સિંહ મહિલા ક્રિકેટ ટીમનો મહત્વનો ભાગ છે. પોતાના શાનદાર પ્રદર્શનથી લોકોનું ધ્યાન ખેંચનારી રેણુકા સિંહ પર પણ તમામ ફ્રેન્ચાઈઝીની નજર રહેશે. રેણુકા સિંહની બેઝ પ્રાઈઝ 50 રૂપિયા છે.

દીપ્તિ શર્મા
દીપ્તિ શર્મા ભારતીય ક્રિકેટ ટીમની મહત્વની ઓલરાઉન્ડર ખેલાડી છે. છેલ્લા કેટલાક સમયથી દીપ્તિ શર્માના ઓલરાઉન્ડ પ્રદર્શનની ખુબ ચર્ચા છે. દીપ્તિ શર્માની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા છે અને દીપ્તિ શર્મા નિલામીમાં મોંઘી વેચાઈ શકે છે.

આ વિદેશી ખેલાડીઓની પણ ચર્ચા
આ ભારતીય મહિલા ક્રિકેટરો સિવાય વિદેશી મહિલા ખેલાડીઓ પર પણ ફ્રેન્ચાઈઝી દાવ લગાવશે. આ લિસ્ટમાંં ઓલરાઉન્ડર સોફિયા ડિવાઈન, નતાલિયા સેવિયર, ગાર્ડનર અને હિલી મેથ્યુસ સામેલ છે. આ સિવાય બેથ મૂની પર પણ ફ્રેન્ચાઈઝી મોટો દાવ લગાવી શકે છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે?








Click it and Unblock the Notifications
