World Cup Today's Matches: વર્લ્ડ કપ 2023માં આજે કોની વચ્ચે મેચ છેઃ પાકિસ્તાન-શ્રીલંકા, ઈંગ્લેન્ડ-બાંગ્લાદેશ
World Cup 2023 Today's Matches: વર્લ્ડ કપમાં આજે ડબલ હેડર છે. ચાર ટીમો અને બે મેચો રમાવાની છે. પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડનો સામનો બાંગ્લાદેશની ટીમ સાથે થશે. આ મેચ ધર્મશાલામાં રમાશે. બીજી મેચમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામસામે ટકરાશે. આ મેચ હૈદરાબાદમાં રમાશે.
ઇંગ્લેન્ડની ટીમને છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ઈંગ્લિશ ટીમ વિજય નોંધાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. બાંગ્લાદેશે તેની છેલ્લી મેચ જીતી હતી. બાંગ્લાદેશે અફઘાનિસ્તાન ટીમને હરાવ્યું હતું.

પાકિસ્તાનની ટીમ તેની છેલ્લી મેચ નેધરલેન્ડ સામે હૈદરાબાદમાં જ રમી હતી. તે મેચમાં કેટલાક બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા પરંતુ પાકિસ્તાની ટીમ વિજય નોંધાવવામાં સફળ રહી હતી. આ વખતે પણ પાકિસ્તાની ટીમ વિજય નોંધાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
શ્રીલંકાની ટીમની પ્રથમ મેચ નિરાશાજનક રહી હતી. શ્રીલંકાને દક્ષિણ આફ્રિકાએ મોટો સ્કોર કરીને પરાજય આપ્યો હતો. શ્રીલંકા આ મેચમાં જીત નોંધાવવાનો પ્રયાસ કરશે. જો કે, આ કાર્ય એટલું સરળ નથી. પાકિસ્તાન પાસે મજબૂત બોલિંગ છે.
પ્રથમ મેચ સવારે 10.30 કલાકે રમાશે. આ પછી બીજી મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. દર્શકોને બેવડી મજા આવશે. બેટ્સમેનોના રનથી મનોરંજનની અપેક્ષા રાખી શકાય છે. બોલરો પણ પોતાનુ શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરશે.












Click it and Unblock the Notifications
