World Cup 2023, Ind vs Pak: અમદાવાદમાં આજે કેવુ રહેશે હવામાન, જાણો લેટેસ્ટ વેધર રિપોર્ટ
World Cup 2023, Ind vs Pak Weather Report: આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સૌથી મોટી ક્રિકેટ મેચ યોજાવા જઈ રહી છે. આ મેચ જોવા માટે લાખો લોકો અમદાવાદ પહોંચ્યા છે. અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અહીં હવામાન સૂકુ રહેશે.
ભારતીય હવામાન વિભાગે તેના લેટેસ્ટ અપડેટમાં કહ્યું છે કે અમદાવાદમાં દિવસ દરમિયાન હવામાન સૂકુ રહેશે અને ખૂબ તડકો રહેશે, સાંજે થોડા વાદળો હોઈ શકે છે પરંતુ વરસાદ નહીં પડે. આવા હવામાનમાં આજે દર્શકો ભારત-પાકિસ્તાન મેચને આરામથી માણી શકશે.

અમદાવાદનો વેધર રિપોર્ટ
તમને જણાવી દઈએ કે 11 વર્ષ પછી ભારતમાં વર્લ્ડ કપ મેચ યોજાવા જઈ રહી છે, તેથી દરેક વ્યક્તિ આજની હાઈ વોલ્ટેજ મેચનો આનંદ માણવા માંગે છે. આ અંગે ભારતીય હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ મીડિયાને જણાવ્યું હતું કે 'આજે વાદળછાયું વાતાવરણ હોઈ શકે છે પરંતુ વરસાદ પડશે નહીં અને લોકોને હવામાનને લઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં કારણ કે આજનું હવામાન અપેક્ષા મુજબ ઘણું સારું રહેશે.'
'12:30 વાગ્યે રંગારંગ કાર્યક્રમ'
ઉલ્લેખનીય છે કે ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે અનેક વીવીઆઈપી પણ અમદાવાદ પહોંચી ગયા છે. દર્શકોને 10 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી મળશે અને 12:30 વાગ્યે રંગારંગ કાર્યક્રમ થશે અને ત્યારબાદ ભારત અને પાકિસ્તાનના કેપ્ટન વચ્ચે ટૉસ થશે અને ત્યાર બાદ શાનદાર મેચ જોવા મળશે. આજે અમદાવાદ છાવણીમાં ફેરવાઈ ગયું છે.
કડક સુરક્ષા
અમદાવાદના ખૂણે-ખૂણે ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે. સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોમાં લગભગ 7 હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે. જાણવા મળે છે કે સ્ટેડિયમની સુરક્ષા માટે એક ડીઆઈજી અને 13 ડીસીપી તૈનાત કરવામાં આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
