World Cup 2023: શુભમન ગિલની ગેરહાજરીમાં કોણ હશે રોહિત શર્માનો ઓપનિંગ પાર્ટનર? આ ખેલાડી છે દાવેદાર

Shubman Gill Dengue positive: ઑસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપની શરૂઆતની મેચ પહેલા ભારતીય ટીમની ચિંતા વધી ગઈ છે કારણ કે ફોર્મમાં રહેલા બેટ્સમેન શુભમન ગિલ ડેન્ગ્યુનો શિકાર બન્યો છે. આ સ્થિતિમાં હવે આ બેટ્સમેન રવિવારની મેચમાં રમશે કે કેમ તે અંગે શંકા છે.

જો કોઈ કારણોસર ગિલ મેદાનમાં ના ઉતરી શકે તો સૌથી મોટો પ્રશ્ન એ થશે કે આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે કોણ ઓપનિંગ કરશે?શુભમન ગિલને કથિત રીતે હાઈ ફિવર છે અને આ બાબતે અંતિમ નિર્ણય લેવામાં આવે તે પહેલાં શુક્રવારે ડેન્ગ્યુ માટે તેનું પરીક્ષણ કરવામાં આવશે. સૂત્રો મુજબ ચેન્નાઈમાં ઉતર્યા બાદ શુભમનને ખૂબ તાવ છે, ત્યારબાદ તેના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

team india

શુભમન ગિલની ગેરહાજરીમાં કોણ ઓપનિંગ કરશે?

ગિલની ગેરહાજરીમાં ઈશાન કિશન અથવા કેએલ રાહુલ ઓપનિંગ માટે લાઇનમાં હોઈ શકે છે. આ મહત્વપૂર્ણ મેચમાં રોહિત શર્મા સાથે આ બંનેમાંથી કોઈ એક ઓપનિંગ કરી શકે છે. કેએલ રાહુલ આ માટે દાવેદાર બની શકે છે કારણ કે તેણે એશિયા કપમાં પુનરાગમન બાદ શાનદાર પ્રદર્શન કર્યું છે.

ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડી શકે

ગિલે આ વર્ષની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ સામે શાનદાર બેવડી સદી ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન સામાન્ય ઘટાડા સિવાય, તેણે અવિશ્વસનીય સાતત્ય દર્શાવ્યું છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં 890 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો અને તાજેતરના એશિયા કપમાં 302 રન સાથે બેટિંગ ચાર્ટમાં ટોચ પર હતો. છેલ્લી કેટલીક ઇનિંગ્સમાં તેનો સ્કોર 104, 74, 27*, 121, 19, 58 અને 67* રહ્યો છે. આવી સ્થિતિમાં ગિલને ઓપનિંગ મેચમાંથી બાકાત રાખવો ટીમ ઈન્ડિયા માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X