Virender Sehwag Divorce : કોણ છે વિરેન્દ્ર સેહવાગની પત્ની આરતી અહલાવત? કેવી રીતે શરૂ થઈ હતી લવ સ્ટોરી?
Virender Sehwag Divorce : આજકાલ ભારતીય ક્રિકેટરોના ડિવોર્સની સિઝન ચાલી રહી હોય તેમ લાગી રહ્યુ છે. એક પછી એક ક્રિકેટરોના ડિવોર્સના અહેવાલો આવી રહ્યાં છે.
હાલમાં જ ભારતીય સ્ટાર સ્પીનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના ડિવોર્સ થઈ રહ્યાં હોવાના અહેવાલ આવ્યા હતા. હવે આ લિસ્ટમાં એક નવુ નામ જોડાયુ છે.

અહેવાલો પર વિશ્વાસ કરીએ તો ભારતના જાણીતા પુર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાલ અને તેની પત્ની આરતી અહલાવત વચ્ચે બધુ ઠીક છે અને ડિવોર્સ થઈ શકે છે. હાલમાં જ બન્નેએ સોશિયલ મીડિયા પર બન્નેને અનફોલો કર્યા હોવાના અહેવાલ આવ્યા છે.
વિરેન્દ્ર સેહવાગ અને આરતી બે બાળકોના માતા-પિતા છે. 2004માં લગ્ન કરનાર આ કપલ છેલ્લા કેટલાક સમયથી અલગ રહે છે. બન્નેએ પ્રેમમા પડીને એકબીજા સાથે લગ્ન કર્યા હતા.
વિરેન્દ્ર સેહવાગની સરખામણી સચિન તેંડુલકર સાથે કરવામાં આવે છે. ટેસ્ટ ક્રિકેટમાં રમાયેલા બોલની દ્રષ્ટિએ તે સૌથી ઝડપી ત્રેવડી સદીનો રેકોર્ડ ધરાવે છે અને આ ફોર્મેટમાં બે ત્રેવડી સદી ફટકારનાર એકમાત્ર ભારતીય છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 219 રન બનાવીને કેપ્ટન તરીકે એક ODI ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.
હરિયાણામાં જન્મેલા સેહવાગનો પરિવાર દિલ્હીમાં સિફ્ટ થયો હતો. તેની ક્રિકેટ સફર 1997-98માં દિલ્હી ટીમથી શરૂ થઈ હતી. સેહવાગ 2013 સુધી ભારત માટે રમ્યો. તેની વિસ્ફોટક બેટિંગની દુનિયા દિવાની છે.
સેહવાગનું અંગત લાઈફ પણ એટલી જ રસપ્રદ છે. તેણે દૂરની સંબંધી આરતી અહલાવત સાથે લગ્ન કર્યા છે. પહેલી વાર સેહવાગ આરતીને 7 વર્ષની ઉમરે એક લગ્નમાં મળ્યા હતા જ્યાં તેમના પિતરાઈ ભાઈએ આરતીની કાકી સાથે લગ્ન કર્યા હતા. આ ઘટનાથી મિત્રતાની શરૂઆત થઈ અને મિત્રો બન્યા હતા.
17 વર્ષ સુધી આરતીને જાણ્યા પછી 21 વર્ષની ઉંમરે સેહવાગે તેને પ્રપોઝ કર્યું અને બન્નેની લવ સ્ટોરી શરૂઆત થઈ. લગ્ન કરવાનો નિર્ણય લેતા પહેલા બન્નેએ એકબીજાને 3 વર્ષ સુધી ડેટ કર્યા હતા.
એપ્રિલ 2004 માં વિરેન્દ્ર અને આરતીએ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાને લગ્ન કર્યા હતા. આ સમારોહ ખાનગી હતો અને તેમાં કડક સુરક્ષા વ્યવસ્થા હતી. શરૂઆતમાં માતાપિતાના લગ્ન અંગે ખચકાટ હોવા છતાં બંને પરિવારો આખરે સંમત થયા. લગ્ન હરિયાણવી પરંપરાઓ અનુસાર થયા હતા.
બન્ને 2007 માં પુત્ર આર્યવીર અને 2010 માં તેમના બીજા પુત્ર વેદાંતના માતા-પિતા બન્યા. હવે બન્નેએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કર્યા બાદ ડિવોર્સની ચર્ચા શરૂ થઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
