U19 World Cup 2024 : મળો ભારતને ફાઈનલ સુધી પહોંચાડનારા ભારતીય ક્રિકેટના ઉભરતા સિતારાઓને
અંડર 19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતને ફાઈનલમાં પહોંચાડવામાં ઘણા ખેલાડીઓએ તેમનું યોગદાન આપ્યુ છે.
ભારતે સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની અંડર 19 ક્રિકેટ ટીમને બે વિકેટથી હરાવીને ટાઇટલ મેચમાં જગ્યા બનાવી લીધી છે. ફાઈનલ પહેલા એ ખેલાડીઓ પર એક નજર કરીએ, જેમના નામે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ અને રન બનાવવાનો લેવાનો રેકોર્ડ છે.

દક્ષિણ આફ્રિકા સામેની જીતથી ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને સતત પાંચમી વખત અને એકંદરે નવમી વખત અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન મેળવવામાં મદદ મળી છે.
ICC U19 વર્લ્ડ કપ 2024 ટૂર્નામેન્ટની બીજી સેમિફાઇનલ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકાના બેલોનીમાં રમાશે.
ભારતની U19 ક્રિકેટ ટીમના કેપ્ટન ઉદય સહારન ભારતને છઠ્ઠા U19 વર્લ્ડ કપમાં વિક્રમી જીત અપાવવા માટે તૈયાર છે, હાલમાં ICC મેન્સ U19 વર્લ્ડ કપ 2024 ટૂર્નામેન્ટમાં તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીનું બિરુદ ધરાવે છે. સહરાને વર્લ્ડ કપની 6 મેચમાં શાનદાર 389 રન બનાવ્યા છે
સૌથી વધુ રન બનાવનારા ખેલાડી
ઉદય સહારન - 389 રન
મુશીર ખાન - 338 રન
સચિન ડે - 294 રન
લુઆન- ડ્રે પ્રિટોરિયસ - 287 રન
જેમી ડંક - 263 રન












Click it and Unblock the Notifications
