આ બોલરોને તેમના પુરા કરિયરમાં એક પણ નો બોલ નથી ફેંક્યો, જુઓ લિસ્ટમાં કોના કોના નામ?

દુનિયામાં કેટલાક એવા બોલરો છે જેમના નામે એક વિશેષ રેકોર્ડ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ બોલરોએ તેમના ક્રિકેટ કરિયરમાં એએક પણ વખત નો બોલ નથી ફેંક્યો.

આજકાલ ક્રિકેટમાં નો બોલ સામાન્ય ઘટના છે. મેચ દરમિયાન જ ઘણા નો બોલ ફેંકવામાં આવે છે ત્યારે આ એવા બોવરો છે જેમણે ક્રિકેટ કરિયર નો બોલ ફેંક્યા વગર પુરૂ કરી દીધુ.

no ball

ડેનિસ લિલી
ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ફાસ્ટ બોલર ડેનિસ લિલી ક્રિકેટ ઈતિહાસના સૌથી ખતરનાક બોલરોમાં સામેલ છે. તેણે તેની આખી કારકિર્દીમાં ક્યારેય નો બોલ ફેંક્યો નથી.

તેના 13 વર્ષ લાંબા આંતરરાષ્ટ્રીય કરિયરમાં 355 ટેસ્ટ વિકેટ અને 103 ODI વિકેટ લીધી છે. તેણે ટેસ્ટમાં 17017 બોલ અને ODIમાં 3577 બોલ ફેંક્યા પરંતુ એક પણ બોલ નો બોલ ન હતો.

ઇયાન બોથમ
ઈંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર ઈયાન બોથમે પણ પોતાની કારકિર્દીમાં ક્યારેય નો બોલ ફેંક્યો નથી. ઈયાન બોથમની ગણતરી ક્રિકેટ ઈતિહાસના મહાન ઓલરાઉન્ડરોમાં થાય છે. ટેસ્ટમાં 383 વિકેટ અને વનડેમાં 145 વિકેટ લેનાર આ દિગ્ગજ ખેલાડીએ બંને ફોર્મેટમાં 27502 બોલ ફેંક્યા, પરંતુ એક પણ નો બોલ નથી ફેંક્યો.

ઈમરાન ખાન
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને ઝડપી બોલર ઈમરાન ખાને પણ ટેસ્ટ ક્રિકેટમાં ક્યારેય નો બોલ ફેંક્યો નથી. ઈમરાન ખાને પાકિસ્તાન તરફથી ટેસ્ટ મેચમાં 362 વિકેટ લીધી છે. આ ફોર્મેટમાં તેણે 18644 બોલ ફેંક્યા પરંતુ ક્યારેય નો બોલ નથી ફેંક્યો.

બોબ વિલીસ
ઈંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર બોબ વિલિસે પણ પોતાની કારકિર્દીમાં ક્યારેય નો બોલ ફેંક્યો નથી. 90 ટેસ્ટ રમનાર આ દિગ્ગજ ખેલાડીએ 325 વિકેટ ઝડપી છે. તેની નિવૃત્તિ સમયે તે લિલી પછી બીજા ક્રમની સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે 64 ODI રમી હતી, જેમાં તેણે 80 વિકેટ લીધી છે. બંને ફોર્મેટમાં તેણે 10158 બોલ ફેંક્યા જેમાં એક પણ નો બોલ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X