Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Team India Water Salute : શું હોય છે વોટર સેલ્યુટ? જાણો કેમ ટીમ ઈન્ડિયાના વિમાન પર કરાયો હતો પાણીનો વરસાદ?

Team India Water Salute : T20 વર્લ્ડ કપ જીતીને ભારત પરત ફરેલી ટીમ ઈન્ડિયાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ. ટીમનું વિમાન એરપોર્ટ પહોંચતા જ વોટર સેલ્યુટ આપવામાં આવ્યુ હતું.

T20 વર્લ્ડ કપમાં જીત બાદ ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી. ભારતીય ટીમ વિસ્તારાની ફ્લાઈટ નંબર UK1845 માં એરપોર્ટ પર ઉતરી હતી. આ પ્લેનને એરપોર્ટ પર ખાસ ટ્રિટમેન્ટ આપવામાં આવી.

Team India Water Salute

વિમાનમાંથી ખેલાડીઓ બહાર આવતા પહેલા પ્લેનને વોટર સેલ્યુટ આપવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાના સન્માનમાં બે ફાયર એન્જિન પ્લેનની બંને બાજુ ઉભા રહીને પાણીનો ફુવારો કરતા જોવા મળ્યા.

વોટર સેલ્યુટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો કોમેન્ટ્સમાં પણ ભારતીય ટીમ માટે ઘણું સન્માન બતાવી રહ્યા છે.

શું હોય છે વોટર સેલ્યુટ?
પ્લેનના ક્રૂ મેમ્બરો, તેમાં બેઠેલા લોકો અને તે પ્લેન પ્રત્યે આદર દર્શાવવા માટે વોટર સેલ્યુટ આપવામાં આવે છે. કોઈપણ વિશેષ સિદ્ધિ હાંસલ કરવા અથવા રેકોર્ડ બનાવવા પર વોટર સેલ્યુટ દ્વારા આદર દર્શાવવામાં આવે છે.

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024 જીતવાની સિદ્ધિ હાંસલ કરી હોવાથી ટીમના તમામ ખેલાડીઓને વોટર સેલ્યુટ આપવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X