T20 World Cup 2024 : ભારત સામે હાર્યુ તો વર્લ્ડ કપમાંથી બહાર થશે પાકિસ્તાન? જાણો સમીકરણ
T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપમાં કટ્ટ્રર હરીફ ભારત અને પાકિસ્તાન અમેરિકાની ધરતી પર સામસામે છે. આ મેચ હારવી પાકિસ્તાનને પોશાય તેમ નથી.
બાબર આઝમની કપ્તાની હેઠળની પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ભારત સામેની મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી છે.

અમેરિકા સામેની તેની પહેલી જ મેચમાં પાકિસ્તાનને પાંચ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. યુએસએ અને પાકિસ્તાન વચ્ચેની મેચ સુપર ઓવરમાં ગઈ હતી જે યુએસની ટીમે જીતી.
અમેરિકા સામે સુપર ઓવરમાં હારનો સામનો કર્યા પછી તે પાકિસ્તાન માટે ભારત સામે કરો યા મરો મેચ બની ગઈ છે. T20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનનો રેકોર્ડ કંઈ ખાસ રહ્યો નથી.
પાકિસ્તાને ભારત સામે અત્યાર સુધીમાં સાત મેચ રમી છે. જેમાંથી 6માં બાબર આઝમની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે એક મેચમાં ભારતીય ટીમ હારી છે.
જો પાકિસ્તાનની ટીમ ગ્રુપ Aમાં ભારત સામે આ મેચ હારી જાય તો તેના માટે આગળનો રસ્તો ઘણો મુશ્કેલ બની જશે. ગ્રુપ Aમાં ભારત ઉપરાંત કેનેડા, અમેરિકા, પાકિસ્તાન અને આયર્લેન્ડની ટીમો છે.
અમેરિકા અત્યાર સુધી તેની બંને મેચ જીતવામાં સફળ રહ્યું છે. આ સ્થિતિમાં જો પાકિસ્તાનની ટીમ હારે છે અને અમેરિકા આયર્લેન્ડ સામે જીતે છે તો ભારત અને અમેરિકાની ટીમ સુપર 8 માટે ક્વોલિફાય થઈ જશે.
પાકિસ્તાની ખેલાડીઓ છેલ્લા કેટલાક સમયથી ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. પાકિસ્તાનને તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની T-20 શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડ પહેલા પાકિસ્તાનને આયર્લેન્ડ સામેની T-20 શ્રેણી દરમિયાન એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ગઈ વખતે ટી-20 વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાનને ઝિમ્બાબ્વે સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, ઝિમ્બાબ્વે સામે હાર છતાં ટીમ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. આ સ્થિતિમાં પાકિસ્તાની ખેલાડીઓ ભારત સામે પોતાની પુરી તાકાત લગાવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
