T20 World Cup 2021 : ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા દુબઈ પહોંચ્યો સુધીર, ધોનીના ફેને કરી પાકિસ્તાનની જીત માટે દુઆ
ICC T20 વર્લ્ડ કપમાં 5 વર્ષ બાદ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ યોજાવા જઈ રહી છે. આ અગાઉ આ બંને ટીમ છેલ્લે 2019 વર્લ્ડ કપમાં ટકરાઇ હતી, જેમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો.
T20 World Cup 2021 : ICC T20 વર્લ્ડ કપમાં 5 વર્ષ બાદ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ યોજાવા જઈ રહી છે. આ અગાઉ આ બંને ટીમ છેલ્લે 2019 વર્લ્ડ કપમાં ટકરાઇ હતી, જેમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો.
|
ભારત ફરી 2007ની જીતનું પુનરાવર્તન કરશે
જે બાદ 2 વર્ષ પછી ચાહકો પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને પોતપોતાની ટીમને પ્રોત્સાહિત કરવા દુબઈ પહોંચી ગયાછે.
ભારતીય ક્રિકેટ ટીમના ચાહક સુધીર પણ પોતાની ટીમનો ઉત્સાહ વધારવા દુબઈ પહોંચી ગયા છે.
સુધીરે કહ્યું છે કે, પાકિસ્તાન સામે ભારતનો વિજેતા રેકોર્ડ જારીરહેશે અને આ વખતે ફરી 2007ની જીતનું પુનરાવર્તન કરશે, હું ટીમને પ્રોત્સાહિત કરવા માટે સંપૂર્ણ ઉત્સાહ સાથે અહીં આવ્યો છું.
|
ધોનીના પ્રશંસકે પાકિસ્તાનની જીત માટે દુઆ કરી
બીજી તરફ પાકિસ્તાની ફેન મોહમ્મદ બશીર પણ પોતાની ટીમની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે.
તેમણે કહ્યું છે કે, હું ખૂબ ખુશ છું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટમેચ યોજાઈ રહી છે, હું પ્રાર્થના કરું છું કે, પાકિસ્તાન આજે જીતે અને મને ખાતરી છે કે, પાકિસ્તાન આજે ચોક્કસપણે જીતશે. જેથી અમને પણ વિજયની ઉજવણીકરવાની તક મળશે.
ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ બશીર ભલે પાકિસ્તાનની જીત માટે પ્રાર્થના કરી રહ્યા હોય, પરંતુ તેઓ એમએસ ધોનીના મોટા ચાહક છે.

વિશ્વ કપમાં પાકિસ્તાન ભારત સામે જીત્યું નથી
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન બંને ટી 20 વર્લ્ડ કપમાં આજે પોતાના અભિયાનની શરૂઆત કરશે.
ટી 20 વર્લ્ડકપમાં આ રેકોર્ડ રહ્યો છે કે, પાકિસ્તાને ભારતસામે અત્યાર સુધી એક પણ મેચ જીતી નથી. T20 વર્લ્ડ કપમાં બંને ટીમ વચ્ચે 5 મેચ રમાઈ છે અને તમામમાં ભારતનો વિજય થયો છે.
આ સાથે સમયે વન ડે વર્લ્ડકપમાં પણ આ રેકોર્ડ અકબંધ છે. ભારત ઇચ્છશે કે આ રેકોર્ડ અકબંધ રહે. તો સાથે સાથે પાકિસ્તાન પણ આ રેકોર્ડ તોડવાનો પ્રયત્ન કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
