બોલ ટેમ્પરિંગ વિવાદ પછી ચાર દિવસ સુધી રડતા રહ્યા સ્ટીવ સ્મિથ
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથે બોલ ટેમ્પરિંગ વિવાદ પછી તેમના જીવન અંગે મોટો ખુલાસો કર્યો છે.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથે બોલ ટેમ્પરિંગ વિવાદ પછી તેમના જીવન અંગે મોટો ખુલાસો કર્યો છે. સ્મિથે સ્વીકાર કર્યું છે કે બોલ ટેમ્પરિંગ વિવાદ પછી તેઓ ચાર દિવસ સુધી રડતા રહ્યા હતા. તેમને કહ્યું કે પોતાની ભાવના વ્યક્ત કરવામાં કઈ પણ ખોટું નથી. આપણે જણાવી દઈએ કે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર તે સમયે એક વર્ષ અને કેમરૂન બેન્ક્રોફ્ટ પર 9 મહિના માટે પ્રતિબંધ લાગી ગયો હતો. ત્રણે ખેલાડીઓ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં બેન છે.

પરંતુ હાલમાં તેઓ ખુબ જ જલ્દી કેનેડા ટી20 લીગમાં રમતા જોવા મળશે. હાલમાં સ્ટીવ સ્મિથ સામુદાયિક સેવા કરી રહ્યા છે જે તેમને સજાના ભાગ રૂપે મળી છે. સ્ટીવ સ્મિથે સોમવારે માનસિક સ્વાસ્થ્ય માટે કામ કરી રહેલી ચેરિટી માં ભાગ લીધો. જેમાં તેને બાળકોને કહ્યું કે 'ઈમાનદારી પૂર્વક કહું તો હું ચાર દિવસ સુધી રડતો હતો, હું માનસિક રૂપે સંઘર્ષ કરી રહ્યો હતો. જે મારા માટે ખુબ જ મુશ્કિલ સમય હતો.' સ્મિથે જણાવ્યું કે તેઓ નસીબદાર છે કે તેમને પરિવાર અને મિત્રોનો સાથે મળ્યો. તેઓ બાળકોને સંદેશ આપવા માંગે છે કે પોતાની ભાવના વ્યક્ત કરવામાં કઈ જ ખોટું નથી.
બોલ ટેમ્પરિંગ આરોપમાં એક વર્ષ માટે સ્ટીવ સ્મિથ ને બેન કરી દેવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા કેપ્ટન સ્ટીવ સ્મિથ મીડિયા સામે પોતાનું દર્દ વ્યક્ત કરી રડી પડ્યા હતા. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે કેમરૂન બેન્ક્રોફ્ટ બોલ ટેમ્પરિંગ કરતા પકડાઈ ગયા. ત્યારપછી સ્ટીવ સ્મિથે કેપ્ટન તરીકે સ્વીકાર કર્યું કે બોલ ટેમ્પરિંગ પ્લાનિંગ સાથે કરવામાં આવ્યું હતું અને તેમને તેના વિશે પુરી જાણકારી હતી. પરંતુ જયારે આફ્રિકા થી ઓસ્ટ્રેલિયા આવ્યા પછી સ્ટીવ સ્મિથ મીડિયા સામે આવ્યા ત્યારે તેઓ પોતાના આંસુ રોકી શક્યા નહીં અને રડવા લાગ્યા. એટલું જ નહીં પરંતુ સ્ટીવ સ્મિથે માફી માંગતા કહ્યું કે તેમની આ ભૂલ તેમને જીવનભર સતાવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
