Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 10માં કોણ છે સચિન તેંડુલકરના ફેવરિટ ખેલાડી?

IPL 10ની ફાઇનલ મેચ પહેલાં સચિને આઇપીએલ અંગેનો પોતાનો અનુભવ જણાવ્યો હતો અને સાથે જ આ સિઝનના પોતાના ફેવરિટ ખેલાડીઓના નામ પણ આપ્યા હતા.

આઇપીએલ સિઝનના ફાઇનલ મુકાબલા પહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાના વિચારો અને અનુભવ અંગે ખુલીને વાત કરી હતી. સચિને આઇપીએલના પોતાના અનુભવ અંગે જણાવતાં કહ્યું કે, ફરી એકવાર મેદાનમાં આવીને ખૂબ સારું લાગી રહ્યું છે. સચિને ડગઆઉટમાં મુંબઇની ટીમ સાથેનો પોતાનો અનુભવ યાદ કર્યો હતો.

sachin tendulkar

શાનદાર અનુભવ

આઇપીએલ અંગે વાત કરતાં સચિને કહ્યું કે, હૈદ્રાબાદ ખુબ સરસ જગ્યા છે, અહીંના લોકો મેદાનમાં ખૂબ ઉત્સાહ બતાવે છે. આમારી પાસે દુનિયાભરના સારા ખેલાડીઓ છે, 40-45 દિવસ આ ખેલાડીઓ સાથે રહેવું ખૂબ સારો અનુભવ છે. આઇપીએલ માત્ર એક રમત નથી, આ દરમિયાન બીજું પણ ઘણું શીખવા મળે છે. દુનિયાભરના ખેલાડીઓ પાસેથી ઘણું શીખવા મળે છે, જેમ કે જેક કોલિસ કેકેઆર ટીમ સાથે છે અને તેમની સાથેના ખેલાડીઓને દક્ષિણ આફ્રિકાની સંસ્કૃતિ અંગે ઘણું જાણવા મળે છે. ખેલાડીઓ એકબીજા સાથે પોતાના જુદા-જુદા અનુભવ વહેંચે છે.

કોણ છે સચિનના ફેવરિટ ખેલાડી?

  • પોતાના ફેવરિટ ખેલાડીઓ અંગે વાત કરતાં સચિને કહ્યું કે, મને મુંબઇની ટીમમાંથી નીતીશ રાણાએ ખૂબ પ્રભાવિત કર્યો છે, કેટલીક ક્રિટિકલ મેચમાં તેમણે ટીમને જીત અપાવી છે અને લોકોને પોતાની ક્ષમતા બતાવી છે. ક્રિટિકલ સમયમાં પણ તેમણે ધૈર્ય જાળવી રાખીને શાનદાર રમતનું પ્રદર્શન કર્યું છે.
  • ખેલાડી ઋષભ પંત અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, તેઓ શાનદાર ખેલાડી છે, તેઓ જે રીતે બેટિંગ કરે છે એ જોઇને મને તેમનામાં યુવરાજ સિંહ અને સુરેશ રૈનાની ઝલક દેખાય છે. તેમને રમતા જોવા ગમે છે. આઇપીએલની શરૂઆતમાં જ ઋષભ પંતના પિતાનું નિધન થયું હતું, ત્યાર બાદ પણ તેમને વાપસી કરી અને શાનદાર રમતનું પ્રદર્શન કર્યું.
  • રિષભ પંત સિવાય સચિન તેંડુલકરે થંપી, જસપ્રીત બુમરાહ અને સિરાજના પણ ખૂબ વખાણ કર્યા હતા. પૂનાની ટીમના બેટ્સમેન રાહુલ ત્રિપાઠી અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, જ્યારે તેઓ બેટિંગ કરે છે, તો એમનામાં વિરેન્દ્ર સહેવાગની ઝલક જોવા મળે છે.
{promotion-urls}
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X