Rohit Sharma Retirement : ચેમ્પિયન ટ્રોફી ફાઈનલ બાદ રોહિત શર્મા વન ડેમાંથી નિવૃતિ લેવા જઈ રહ્યો છે?
Rohit Sharma Retirement : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ માટે પુરી દુનિયા રાહ જોઈ રહી છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ ભારતીય ટીમ માટે મહત્વની છે.
ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયા ફાઇનલમાં જીત માટે કમર કસી છે. આ મુકાબલા વચ્ચે ફાઇનલ મેચ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માની સંભવિત નિવૃત્તિને લઈને અટકળો શરૂ થઈ છે.

ક્રિકેટ પ્રેમીઓ અને વિશ્લેષકોમાં ચર્ચા છે કે રોહિત શર્મા ફાઇનલ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ શકે છે. જો કે શુભમન ગિલે નિવૃત્તિની અટકળો પર બ્રેક લગાવી છે.
ભારતના વાઇસ-કેપ્ટન શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માની નિવૃત્તિ અંગે સ્પષ્ટતા આપી. ગિલે કહ્યું કે રોહિતની સંભવિત નિવૃત્તિ પર ટીમમાં કોઈ ચર્ચા નથી. ટીમનું ધ્યાન ફક્ત ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર કેન્દ્રિત છે.
શુભમન ગિલે જણાવ્યું કે મને લાગે છે કે રોહિત ફાઇનલ પછી નિર્ણય લઈ શકે છે, પણ હાલમાં અમે માત્ર ટ્રોફી જીતવા પર ધ્યાન આપી રહ્યા છીએ. આ નિવેદનને કારણે રોહિતના ભવિષ્ય અંગે ઉત્સુકતા વધી છે.
ટીમ ઈન્ડિયા માટે આ ફાઇનલ માત્ર એક મેચ નહીં પણ ઇતિહાસ રચવાનો મોકો છે. રોહિત શર્માએ ભારતને ઘણી મહત્વની જીત અપાવી છે. હવે જોવું રહ્યું કે શું તે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી કોઈ મોટો નિર્ણય લેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
