Ravindra Jadeja ODI Retirement : રવિન્દ્ર જાડેજા ફાઈનલ બાદ નિવૃત્તિની જાહેરાત કરવા જઈ રહ્યો છે?
Ravindra Jadeja ODI Retirement : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચમાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના નિવૃત્તિના સંકેત મળ્યા છે.
જાડેજાએ ફાઈનલ મેચમાં 10 ઓવરની પોતાની બોલિંગ સ્પેલ પૂરી કરી ત્યારે ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ તેમને ગળે લગાવ્યો. આ ક્ષણ પછી ફેન્સ અને ક્રિકેટ વિશ્લેષકોમાં ચર્ચાઓ જોર પકડવા લાગી છે કે જાડેજા ફાઇનલ મેચ બાદ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

રવિન્દ્ર જાડેજાએ અગાઉ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ચુક્યો છે. ODI ફોર્મેટમાં પણ હવે તેની કારકિર્દી અંતિમ તબક્કે પહોંચી છે અને એવી શક્યતા છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ જાડેજાની છેલ્લી આંતરરાષ્ટ્રીય ODI મેચ બની શકે.
ન્યુઝીલેન્ડ સામેની ફાઈનલ મેચમાં જાડેજાએ 10 ઓવરમાં માત્ર 30 રન આપ્યા અને એક મહત્વની વિકેટ લીધી. બેટિંગમાં લાથમે 14 રન બનાવ્યા અને જાડેજાના હાથે આઉટ થયો.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો જાડેજાએ 4 મેચમાં માત્ર 4 વિકેટ ઝડપી હતી, જ્યારે ફાઈનલ પહેલા બે બેટિંગ ઈનિંગ્સમાં 18 રન જ બનાવી શક્યો છે.
રવિન્દ્ર જાડેજાએ ફેબ્રુઆરી 2009માં શ્રીલંકા સામે પોતાનું વનડે ડેબ્યૂ કર્યુ હતું. છેલ્લા 16 વર્ષો જાડેજા લાંબા સમય સુધી ICC રેન્કિંગમાં વિશ્વના ટોચના ઓલરાઉન્ડર ખેલાડીઓમાં સ્થાન ધરાવતો રહ્યો છે.
Virat Kohli hugged Ravindra Jadeja after Jadeja bowled his spell. ❤️ pic.twitter.com/gznlREq52U
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 9, 2025
ODI ફોર્મેટમાં 203 મેચ રમ્યા બાદ જાડેજાએ કુલ 2,797 રન બનાવ્યા છે, જેમાં 13 અડધી સદીનો સમાવેશ થાય છે. જો કે, ODI કારકિર્દી દરમિયાન તે ક્યારેય સદી ફટકારી શક્યો નથી. બોલિંગમાં તેણે 50 ઓવરના ફોર્મેટમાં 230 વિકેટ ઝડપી છે.
હવે જોવાનું એ રહ્યું કે રવિન્દ્ર જાડેજા પોતાના નિવૃત્તિ અંગે સત્તાવાર રીતે ક્યારે જાહેરાત કરે છે. જો તે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ બાદ નિવૃત્તિ લે છે તો ભારતીય ક્રિકેટને એક અનન્ય ઓલરાઉન્ડર ગુમાવવો પડશે. જાડેજાના ભવિષ્ય વિશે સ્પષ્ટતા માટે પ્રશંસકો અને ક્રિકેટ પ્રેમીઓ સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
