Ravindra Jadeja Birthday: રાજસી ઠાઠ, મહેલ જેવુ ઘર, જાણો કેટલા કરોડના માલિક છે રવિન્દ્ર જાડેજા
Ravindra Jadeja Net Worth: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. જાડેજા ભારતીય ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી છે. તેની ક્રિકેટ સફળતાએ તેને જેટલી સંપત્તિ આપી છે તેટલી જ તેને ખ્યાતિ પણ આપી છે. રવિન્દ્ર જાડેજા માત્ર મેદાન પર જ નહીં પરંતુ મેદાનની બહાર પણ ગૌરવ સાથે જીવે છે.
મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા રવિન્દ્ર જાડેજા પોતાની મહેનતના કારણે આજે 100 કરોડ રૂપિયાથી વધુના માલિક છે. તેમની પત્ની ધારાસભ્ય છે અને તે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

એક અહેવાલ મુજબ, ગુજરાતના જામનગરમાં 6 ડિસેમ્બર 1988ના રોજ જન્મેલા જાડેજાનું બાળપણ બિલકુલ ભવ્ય નહોતું. તેના પિતા સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા, જ્યારે તેની માતા નર્સ હતી. જાડેજા સફળ ક્રિકેટર બન્યો તે પહેલા તેનો પરિવાર આર્થિક રીતે ખૂબ નબળો હતો. તે લાંબા સંઘર્ષ બાદ ટીમ ઈન્ડિયા સુધી પહોંચ્યો હતો. રવિન્દ્રના પિતા તેને આર્મીમાં મોકલવા માંગતા હતા, જ્યારે તેની માતા ઈચ્છતી હતી કે તે ક્રિકેટર બને. જાડેજાએ તેની માતાનું સપનું પસંદ કર્યું અને હવે તેનો સમાવેશ વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થઈ ગયો છે.
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો જાડેજા $15 મિલિયન (રૂ. 115 કરોડ)નો માલિક છે. તેની 20 કરોડથી વધુની વાર્ષિક આવકનો મોટો હિસ્સો IPL અને ભારતીય ક્રિકેટ ટીમના પગારમાંથી આવે છે. ધોનીની કેપ્ટનસીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી તેને IPL 2023માં પગાર તરીકે 16 કરોડ રૂપિયા મળ્યા હતા. આ સિવાય તે ઘણી બ્રાન્ડ્સમાંથી પણ ઘણી કમાણી કરે છે. બીસીસીઆઈએ આ વર્ષે જાડેજાને બઢતી આપી હતી અને તેને A+ કેટેગરીમાં સામેલ કર્યો હતો, જેનો અર્થ છે કે ઓલરાઉન્ડર ખેલાડીને બોર્ડ તરફથી વાર્ષિક 7 કરોડ રૂપિયાનો પગાર મળે છે. એવો અંદાજ છે કે રવિન્દ્ર જાડેજાની નેટવર્થ વર્ષોમાં 40% વધી છે.
રવીન્દ્ર જાડેજાની સૌથી કીમતી મિલકત જામનગર, ગુજરાતમાં સ્થિત તેમનો આલીશાન બંગલો છે. તેનું ઘર 4 માળનું છે અને તેની કિંમત કરોડોમાં છે. તેમનું આ ઘર કોઈ મહેલથી કમ નથી. તેમાં લાકડાના મોટા દરવાજા છે અને આખું ઘર પરંપરાગત ડિઝાઇનના ફર્નિચરથી શણગારેલું છે. તેઓ ગુજરાતમાં કુલ 6 મકાનો ધરાવે છે જેમાંથી 2 રાજકોટમાં, 3 જામનગરમાં અને 1 અમદાવાદમાં છે.
જાડેજાની માલિકીમાં બ્લેક હ્યુન્ડાઈ એક્સેન્ટ, સફેદ ઑડી Q7, BMW X1 અને હાયાબુઝા બાઇકનો સમાવેશ થાય છે. આ સિવાય જાડેજાને ઘોડા પર સવારી કરવી ગમે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના સ્ટેબલની ભવ્યતાની ઝલક બતાવે છે.
લાંબા અફેર પછી રવિન્દ્ર જાડેજાએ 17 એપ્રિલ 2016ના રોજ રીવા સાથે લગ્ન કર્યા હતા. જાડેજાને નિધિના નામની પુત્રી છે. લગ્ન પછી બી.ટેક પાસ રીવાબાએ રાજકારણમાં પ્રવેશ કર્યો. તેમણે વર્ષ 2019માં ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ લીધું, જ્યારે 2022માં જામનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી જીતી. તે ઘણાં સામાજિક કાર્યો પણ કરે છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી










Click it and Unblock the Notifications
