Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rasha Thadani Boyfriend : કુલદીપ યાદવને ડેટ કરી રહી છે રવિના ટંડનની લાડલી દિકરી? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?

Kuldeep Yadav Girlfriend : હાલ ક્રિકેટરો અને બોલિવૂડ હસીનાઓની પ્રેમની મોસમ ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક ક્રિકેટરોના નામ અભિનેત્રીઓ સાથે જોડાઈ રહ્યાં છે.

હાલમાં જ અભિનેત્રી માહિરા શર્મા અને મોહમ્મદ શિરાજ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના અહેવાલો આવ્યા હતા. હવે આ લિસ્ટમાં વધુ એક ક્રિકેટરનું નામ જોડાયુ છે.

Rasha Thadani Boyfriend

સમાચારો પર વિશ્વાસ કરીએ તો ભારતીય બોલર અને વર્લ્ડ કપ ટીમનો ભાગ રહેલો કુલદીપ યાદવ રવિના ટંડનની લાડલી દિકરી રાશા થડાનીને ડેટ કરી રહ્યો છે.

સારા અલી ખાન અને શુભમન ગિલના અફેર વિશે ખુબ ચર્ચાઓ બાદ હવે કુલદીપ યાદવ અને રાશા થડાની વચ્ચે અફેરની ચર્ચાઓ ગરમ છે.

કુલદીપ યાદવ અને રાશા થડાનીના અફેરના સમાચારો વતા જ બંને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યાં છે. અહેવાલો અનુસાર, કુલદીપ યાદવે હાલમાં જ જર્મનીમાં તેની સર્જરી કરાવી છે. તે અત્યારે મેદાનથી દુર છે પરંતુ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. આ દરમિયાન તેણે કંઈક એવું કર્યું છે જેની જોરદાર ચર્ચા છે.

હાલમાં જ કુલદીપ યાદવે રાશા થડાનીની એક પોસ્ટ લાઈક કરી હતી. રાશા થડાનીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી જેમાં તે ડાયના પેન્ટી અને તમન્ના ભાટિયા સાથે જોવા મળી હતી. આ પોસ્ટને ફેન્સથી લઈને સેલેબ્સ સુધી બધાએ લાઈક કરી હતી પરંતુ યૂઝર્સનું ધ્યાન ક્રિકેટર કુલદીપ યાદવ પર અટક્યુ છે.

અહેવાલો અનુસાર, કુલદીપ યાદવ ઈન્સ્ટાગ્રામ પર રાશા થડાનીને ફોલો પણ નથી કરતો તેમ છતાં તેણે આ તસવીર પર લાઈક કરી. આ વાતની જાણ થતાં જ લોકોએ તેનું નામ રાશા સાથે જોડવાનું શરૂ કરી દીધું છે. હવે સોશિયલ મીડિયા પર તેમના અફેરની ચર્ચા થઈ રહી છે.

જણાવી દઈએ કે, આ દિવસોમાં અભિનેત્રી માહિરા શર્મા અને ક્રિકેટર મોહમ્મદ સિરાજ વચ્ચે ડેટિંગની અફવાઓ ચર્ચામાં છે. સિરાજે માહિરાની એક તસવીર શેર કરી હતી, જે બાદ ચર્ચા છે કે બંને એક બીજાને ડેટ કરી રહ્યાં છે.

જણાવી દઈએ કે, રાશા થડાની ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તેની પહેલી ફિલ્મનું નામ આઝાદ છે. આ ફિલ્મમાં રાશા સાથે અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન જોવા મળશે. અમન પણ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરશે. આ ફિલ્મ જાન્યુઆરી 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X