KKR vs RR, IPL 2025: રાજસ્થાન સામે કલકત્તાની શાનદાર જીત, ડિ કોકની શાનદાર ઈનિંગ
KKR vs RR, IPL 2025: રાજસ્થાન રોયલ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચેની આઈપીએલ મેચ ગુવાહાટીમાં રમાઈ રહી હતી, જે રાજસ્થાન રોયલ્સનું ગૌણ હોમ ગ્રાઉન્ડ છે. આ મેચમાં કોલકત્તા નાઈટ રાઈડર્સે 8 વિકેટે મેચ જીતી લીધી છે.
રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ માટે ટોસ કોલકત્તા નાઇટ રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
આ મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 151 રન બનાવ્યા હતા. રાજસ્થાને 9 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 151 રન બનાવ્યા હતા.
કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી બેટિંગ કરતા ડિ કોકે 61 બોલ પર અણનમ 97 રન બનાવ્યા હતા, જેમાં તેણે 6 સિક્સ અને 8 ફોર ફટકારી હતી.
આ ઉપરાંત રહાણેએ 15 બોલ પર એક સિક્સ અને એક ફોરની મદદથી 18 રન બનાવ્યા હતા. અંગક્રિસ રધુવંશીએ 17 બોલ પર 22 રન બનાવીને શાનદાર બેટિંગ કરી હતી.
રાજસ્થાન રોયલ્સના બોલર હસારંગાએ એક વિકેટ લીધી હતી. જેણે 3 ઓવરમાં 34 રન આપ્યા હતા. મહિશ તિક્શાનાએ 4 ઓવરમાં 5 એક્સટ્રા રન સાથે કુલ 32 રન આપ્યા હતા.

રાજસ્થાન રોયલ્સ તરફથી બેટિંગ કરતા યશસ્વી જયસ્વાલે 24 બોલ પર બે છક્કા અને બે ચોગ્ગા લગાવીને 29 રન બનાવ્યા હતા.
આ સાથે સંજુ સેમસને 13 રન, રિયાન પરાગે 25 રન બનાવ્યા હતા. આ ઉપરાંત નિશિત રાણાએ 8 રન અને હસરંગાએ 4 રન બનાવ્યા હતા.
કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી બોલિંગ કરતા મોઈન અલી અને વરુન ચક્રવર્તી, વૈભવ અરોરા અને હર્ષિત રાણાએ 2-2 વિકેટ લીધી હતી.
હર્ષિત રાણાએ 4 ઓવરમાં 36 રન આપ્યા હતા. આ સાથે જોહ્નસનને એક વિકેટ લીધી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
