સાઉથ આફ્રિકી ખેલાડી કેશવ મહારાજ ઓમ લખેલા બેટ સાથે મેદાન પર ઉતર્યો, ફોટો સોશિયલ મીડિયા પર છવાયા
સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચેની મેચમાં મોટો ઉલટફેર સર્જાયો અને સામાન્ય ગણાતી નેધરલેન્ડ સામે સાઉથ આફ્રિકાને હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં સાઉથ આફ્રિકા ભલે હાર્યુ પણ તેનો બેટ્સમેન કેશવ મહારાજ સોશિયલ મીડિયા પર છવાયો છે.
આ મેચમાં કેશવ મહારાજ નવમા નંબરે બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો તો તમામ લોકોની નજર તેના બેટ પર ચોંટી ગઈ. હવે કેશવ મહારાજનું બેટ ચર્ચાએ ચડ્યુ છે. હકિકતમાં કેશવ મહારાજ ઓમ લખેલા પર સાથે બેટિંગ કરવા આવ્યો હતો.

કેશવ મહારાજના બેટ પર કેમેરો પડતા જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો. સાઉથ આફ્રિકન ખેલાડી કેશવ મહારાજ આ પહેલા પણ ઘણી વખત આવુ કારનામું કરી ચુક્યા છે. તેના બેટના ફોટો પહેલા પણ વાયરલ થતા રહે છે.
જણાવી દઈએ કે, ICC વર્લ્ડ કપની 15મી મેચમાં નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને 38 રને હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. સાઉથ આફ્રિકાની સંતુલિત અને ખતરનાક ગણાતી ટીમ નેધરલેન્ડ સામે ફિક્કી સાબિત થઈ. પહેલી ઈનિંગ્સમાં નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને 246 રનનો ટાર્ગેટ આપ્યો.
Meet South Africa cricketer keshav maharaj.
— Dhruv Tripathi (@Dhruv_tr108) October 17, 2023
The bat that Keshav uses has the sacred word Om 🕉️ written on it.
Even though Keshav settled in South Africa, his deep faith in Sanatan tradition and Hindu religion.
hat's off#Netherlands#SAvsNED pic.twitter.com/VIcJnxxZcx
આ રનના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 207 રનમાં ઓલઆઉટ થઈને પેલેવિયન પહોંચી ગઈ. ક્રિકેટ વર્લ્ડ કપમાં આ બીજો મોટો અપસેટ છે. આ પહેલા અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવી દીધુ હતુ.












Click it and Unblock the Notifications
