IPL Playoffs : આટલુ કર્યુ તો આરસીબીની પ્લેઓફમાં જગ્યા પાક્કી, જાણો તમામ સમીકરણ
વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ખરાબ શરૂઆત બાદ પણ આઈપીએલના પ્લેઓફમાં પહોંચી શકે છે. જો કે તેના માટે તેને ઘણા કપરા ચડાવ પાર કરવાના છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPL 2024ની 68મી મેચ શનિવારે રમાશે. આ મેચ બંને ટીમો માટે મહત્વની રહેશે.

આ મુકાબલામાં CSK જીતશે તો તે પ્લેઓફમાં પહોંચી જશે. RCB માટે પ્લેઓફમાં પહોંચવા માટે મેચ જીતવા ઉપરાંત CSKને મોટા માર્જિનથી હરાવવું પડશે. RCBનું પ્લેઓફમાં પહોંચવાનું ગણિત ઘણું જટિલ છે.
હાલની સ્થિતી પર નજર કરીએ તો CSKના 14 પોઈન્ટ છે. જ્યારે RCBના 12 પોઈન્ટ છે. સીએસકે આ સિઝનમાં અત્યાર સુધીમાં 13 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 7 મેચ જીતી છે અને 6માં હારનો સામનો કરવો પડ્યો છે. તે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.
આરસીબીએ 13 મેચ રમી છે. તેણે 6 મેચ જીતી છે અને 7માં હારનો સામનો કરવો પડ્યો છે. તે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.
RCB પ્રથમ બેટિંગ કરે તો?
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચેન્નાઈ સામે પ્રથમ બેટિંગ કરવાની તક મળે છે તો તેણે 20 ઓવરમાં 200 રન બનાવવા પડશે. આ પછી ચેન્નાઈને 182 રનના સ્કોર પર રોકવું પડશે. આ સાથે RCBનો નેટ રન રેટ CSK કરતા થોડો વધારે હશે.
RCB 18 ઓવરમાં 190 રન બનાવી લે છે તો CSKને 172 રનના સ્કોર સુધી જ સીમિત રાખવું પડશે. જો RCB 15 ઓવરમાં 170 રન બનાવી લે છે તો CSKને 152 રન સુધી સીમિત રાખવું પડશે.
RCB પહેલા બોલિંગ કરે તો?
જો આરસીબીને પહેલા બોલિંગ કરવાની તક મળે તો પણ રસ્તો મુશ્કેલીઓથી ભરેલો હશે. જો CSK 20 ઓવરમાં 201 રન બનાવી લે છે તો RCBને આ લક્ષ્ય 18.1 ઓવરમાં હાંસલ કરવું પડશે. જો CSK 18 ઓવરમાં 191 રન બનાવશે તો તેને 16.1 ઓવરમાં હાંસલ કરવા પડશે. જો ચેન્નાઈ 15 ઓવરમાં 171 રન બનાવશે તો તેને 13.1 ઓવરમાં હાંસલ કરવા પડશે. જો CSK 10 ઓવરમાં 131 રન બનાવે છે તો તેને 8.1 ઓવરમાં હાંસલ કરવા પડશે.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026નો આવતીકાલથી પ્રારંભ, ચેમ્પિયન RCBનો સામનો SRH સાથે, LIVE જોવા માટે મળી ગયો જોરદાર જુગાડ! -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી







Click it and Unblock the Notifications
