IPL 2025 : આઈપીએલમાં આ ખેલાડીઓ પર રહેશે તમામ લોકોની નજર, જાણો લિસ્ટમાં કોના કોના નામ?
IPL 2025 ની શરૂઆત 22 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેના મુકાબલા સાથે થઈ રહી છે. આ મુકાબલો ઈડન ગાર્ડન્સમાં રમાશે.
આઈપીએલ 2025 માં કુલ 74 મેચો રમાશે અને 25 મેના રોજ ફાઈનલ રમાશે. IPL 2025માં ઘણી ટીમોમાં મોટા ફેરફાર થયા છે. આ સિઝનમાં કેટલાક બેટ્સમેન તેમના પ્રદર્શનથી ક્રિકેટ પ્રેમીઓ પર પ્રભાવ પાડી શકે છે. તેમના બેટ પર તમામ લોકોની નજર રહેશે.

વિરાટ કોહલી - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
વિરાટ કોહલીએ IPL 2024માં 15 મેચમાં 741 રન બનાવ્યા હતા અને હાઈએસ્ટ સ્કોર 113 હતો. કોહલીએ તે સિઝનમાં 61.75 ની એવરેજથી રન બનાવ્યા હતા. 154.69ની સ્ટ્રાઈક રેટ સાથે કોહલીએ ધમાલ મચાવી હતી. IPL 2025માં પણ વિરાટ કોહલી ટોપ સ્કોરર બની શકે છે.
ઋતુરાજ ગાયકવાડ - ચેન્નઈ સુપર કિંગ્સ
ઋતુરાજ ગાયકવાડે 2024 માં 14 મેચમાં 583 રન બનાવ્યા હતા. તેનો સર્વોચ્ચ સ્કોર 108 હતો, અને એવરેજ 53.00 હતી. તેની ટેકનિક અને શાંત સ્વભાવ તેને કોઈપણ પરિસ્થિતિમાં રન બનાવવા માટે સક્ષમ બનાવે છે. IPL 2025માં પણ તેના પર તમામની નજર રહેશે.
રિયાન પરાગ - રાજસ્થાન રોયલ્સ
રિયાન પરાગે IPL 2024માં 16 મેચમાં 573 રન બનાવ્યા હતા. તેનો સર્વોચ્ચ સ્કોર 84 રન હતો અને તેને 149.21 સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવ્યા હતા. આક્રમક બેટિંગ અને ઓલરાઉન્ડ ક્ષમતાઓ ધરાવતા પરાગ IPL 2025માં એક મહત્ત્વપૂર્ણ ખેલાડી બની શકે છે.
ટ્રેવિસ હેડ- સનરાઇઝર્સ હૈદરાબાદ
2024 માં ટ્રેવિસ હેડે 15 મેચમાં 567 રન બનાવ્યા હતા. તેનો સર્વોચ્ચ સ્કોર 102 હતો અને તેને 191.55ની શાનદાર સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવ્યા હતા. હેડની બેટિંગ સ્ટાઈલ ખૂબ જ આક્રમક છે, જેના કારણે તે મોટા સ્કોર બનાવી શકે છે.
સંજુ સેમસન - રાજસ્થાન રોયલ્સ
સંજુ સેમસને IPL 2024માં 16 મેચમાં 531 રન બનાવ્યા હતા. તેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 86 હતો અને તેની એવરેજ 48.27 હતી. 153.46 સ્ટ્રાઈક રેટ ધરાવતા સંજુ સેમસન ટીમ માટે એક સ્ટેબલ બેટ્સમેન અને ફિનિશર તરીકે પોટેન્શિયલ ધરાવે છે. તેના ફોર્મને જોતા IPL 2025માં તે વધુ રન બનાવી શકે છે.
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત








Click it and Unblock the Notifications
