IPL 2025 Auction : રિક્ષા ચલાવતા પિતાના દિકરાએ આઈપીએલ ઓક્શનમાં લોટરી, 8 કરોડમાં દિલ્હીએ ખરીદ્યો
IPL 2025 Auction : આઈપીએલ મેગા ઓક્શનમાં બિહારના બોલર મુકેશ કુમારને લોટરી લાગી છે. દિલ્હી કેપિટલ્સે તેને 8 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો છે.
ઓક્શનના બીજા દિવસે દિલ્હી કેપિટલ્સે ફાસ્ટ બોલર મુકેશ કુમારને રાઈટ-ટુ-મેચનો ઉપયોગ કરીને 8 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો છે.

મુકેશ કુમારે આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ તરફથી સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી હતો. રિલીઝ કર્યા બાદ દિલ્હી કેપિટલ્સે ફરી મુકેશ કુમાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને 8 કરોડ ચુકવીને ટીમમાં સામેલ કર્યો છે.
જણાવી દઈએ કે, IPL 2024માં મુકેશ કુમારનું પ્રદર્શન શાનદાર રહ્યું હતુ. તેની બોલિંગે ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
પંજાબ કિંગ્સે મુકેશ કુમાર માટે લાંબા સમય સુધી બોલી લગાવી પરંતુ અંતે દિલ્હીએ મુકેશ કુમાર માટે RTMનો ઉપયોગ કર્યો. આ પછી પ્રીતિ ઝિન્ટાની ઈચ્છા અધૂરી રહી ગઈ.
મુકેશ કુમારની આઈપીએલ કારકિર્દી પ્રભાવશાળી રહી છે. તેણે દિલ્હી કેપિટલ્સ માટે 2023 માં લખનૌ સુપર જાયન્ટ્સ સામે IPL કરિયરની શરૂઆત કરી હતી. તેણે 20 મેચ રમી છે અને 29ની એવરેજ અને 10.43ના ઇકોનોમી રેટથી 24 વિકેટ લીધી છે. IPL 2024 સિઝનમાં તેણે 10 મેચમાં 21.64ની એવરેજથી 17 વિકેટ લીધી છે.
મુકેશ કુમાર બિહારથી આવે છે અને ગોપાલગંજ જિલ્લાના કાકરકુંડ ગામનો રહેવાસી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મુકેશના પિતા ઓટો ચલાવતા અને તેઓ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર સરકારી અધિકારી બને.
મુકેશ કુમારે સીઆરપીએફની પરીક્ષા આપી પરંતુ જ્યારે તેને સફળતા ન મળી, તો તેણે હાર માનવાને બદલે પોતાનું સપનું ચાલુ રાખ્યું અને નવો રસ્તો શોધ્યો. આજે તેણે ક્રિકેટની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
