IPL 2024 : ધોની માટે ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી લીધુ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો સુપર ફેન

આઈપીએલમાં મહેન્દ્ર સિંહ ધોનીનું બેટ ખુબ બોલી રહ્યું છે. ધોનીના બેટ સાથે સાથે તેના ફેનની દિવાનગી પણ વધી રહી છે. હાલમાં જ તેનો એક પુરાવો સામે આવ્યો છે.

એમએસ ધોની ક્રિઝ પર આવતા જ ગ્રાઉન્ડમાં હંગામો મચી જાય છે. આવો ખાસ સીન ત્યારે જોવા મળ્યો જ્યારે ધોની ક્રિઝ પર આવતા જ એક ચાહકે તેના હાથમાં આશ્ચર્યજનક પોસ્ટર શો કર્યુ.

MS Dhoni

IPL 2024 ની 46મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. CSK એ SRH સામેની આ મેચ 78 રનના વિશાળ માર્જિનથી જીતી લીધી. આ મોટી જીત બાદ ચેન્નાઈ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી હતી.

મેચ દરમિયાન હાથમાં પોસ્ટર સાથે એક ફેનની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પોસ્ટર પર લખવામાં આવ્યું હતું કે, મેં મારી ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું કારણ કે તેના નામમાં 7 અક્ષર નથી. વાસ્તવમાં, ધોનીનું સાત નંબર સાથે ખાસ જોડાણ છે.

ધોનીની જર્સીનો નંબર સાત છે અને તેનો જન્મદિવસ પણ 7 જુલાઈએ ઉજવવામાં આવે છે. જ્યારે ફેન્સને તેની ગર્લફ્રેન્ડના નામમાં સાત અક્ષર ન દેખાયો ત્યારે તેણે બ્રેકઅપ કર્યું.

ધોનીના ફેન્સનું આ પોસ્ટર CSK ફેન્સમાં ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. આ પોસ્ટ પર યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જો કે, પ્રતિક્રિયા આપનારા તમામ ધોનીના પ્રશંસક નથી, કેટલાક ફેન્સને આવી પોસ્ટ માટે ટ્રોલ પણ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X