RR vs DC Pitch Weather Report: આજની IPLમાં બેટ્સમેન કે બોલર, કોણ પડશે ભારે? જાણો જયપુરનો પિચ અને વેધર રિપોર્ટ
RR vs DC, Pitch And Weather Report: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 9મી મેચમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નો સામનો જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ (DC) સામે થશે. ઋષભ પંતે પ્રથમ મેચમાં બહુપ્રતીક્ષિત પુનરાગમન કર્યું હતું પરંતુ તે પોતાની ટીમને જીત તરફ દોરી શક્યો નહોતો.
હવે આજે જોવાનુ રહેશે કે શું અહીં તે બે નિર્ણાયક પોઈન્ટ મેળવી શકશે અથવા RR જીતનો દોર ચાલુ રાખશે? આ મુકાબલા પહેલા ચાલો જાણીએ મેચનો પિચ અને વેધર રિપોર્ટ.

પહેલી મેચમાં જોવા મળ્યા મુજબ જયપુરની પીચ બેટિંગ માટે ઘણી સારી છે. તે સામાન્ય રીતે હાઈ સ્કોરિંગ પિચ છે જ્યાં બોલરોને ઓછી મદદ મળે છે. પહેલા બેટિંગ કરવી કે ચેઝ કરવુ એનાથી બહુ ફરક પડતો નથી. આંકડા દર્શાવે છે કે આ સ્થળ પર રમાયેલી 53 મેચોમાંથી 34 મેચો ટાર્ગેટનો પીછો કરતી ટીમે જીતી છે.
RR vs DC વેધર રિપોર્ટ
જયપુરમાં ગુરુવારે વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા છે અને સાંજનું તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. ભેજનું સૂચકાંક 20% સુધી પહોંચશે અને પવનની મધ્યમ ગતિ 18 કિમી પ્રતિ કલાકની આસપાસ રહેશે. મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.
રાજસ્થાન રૉયલ્સ ટીમઃ યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (વિકેટકીપર/કેપ્ટન), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, સંદીપ શર્મા, અવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ, યુજવેન્દ્ર ચહલ, નંદ્રે બર્ગર, રોવમેન પૉવેલ, શુભમ દુબે, કુલદીપ સેન, નવદીપ સૈની, ટોમ કોહલર-કેડમોર, પ્રિસિધ ક્રિષ્ના, ડોનોવન ફરેરા, આબિદ મુશ્તાક, કુણાલ સિંહ રાઠોડ.
દિલ્હી કેપિટલ્સ ટીમઃ ડેવિડ વૉર્નર, મિશેલ માર્શ, શાઈ હોપ, ઋષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), રિકી ભુઈ, ટ્રીસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, અભિષેક પોરેલ, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, ઈશાંત શર્મા, મુકેશ કુમાર, જેક ફ્રેઝર -મેકગુર્ક, વિકી ઓસ્તવાલ, પ્રવીણ દુબે, ઝાય રિચર્ડસન, એનરિક નોર્ટજે, પૃથ્વી શૉ, લલિત યાદવ, રસિક ડાર સલામ, કુમાર કુશાગ્ર, યશ ધૂલ, સ્વસ્તિક ચિકારા.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
