IPL 2024 : પ્લેઓફમાં ઘાતક બની શકે છે કોલકત્તા નાઈટ રાઈડર્સ, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો આંકડા
આઈપીએલની આ સિઝનમાં કોલકત્તા શાનદાર ફોર્મમાં જોવા મળી છે. કોલકત્તા 13 મેચમાં 19 પોઈન્ટ સાથે ઉપર છે. આ જ કારણ છે કે હવે પ્લેઓફમાં પણ તે ઘાતક બની શકે છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ માટે સુનીલ નારાયણ અને ફિલિપ સોલ્ટે પોતાની ઘાતક બેટિંગથી બોલરોના મનમાં ડર પેદા કર્યો છે. KKR અત્યારે આ સિઝનના પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.

આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચનારીપ પહેલી ટીમ પણ છે. શ્રેયસ અય્યરની કપ્તાનીમાં કેકેઆર આ વખતે પ્લેઓફમાં કમાલ કરી શકે છે. ટીમ કુલ 7 વખત પ્લેઓફમાં પહોંચી છે અને આ સમયગાળા દરમિયાન તે બે વખત ચેમ્પિયન બની છે.
IPL 2024માં KKRએ 13 મેચ રમી છે. આમાંથી 9 મેચ જીતી છે અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ રદ કરવામાં આવી છે. KKRના 19 પોઈન્ટ છે. હવે તેની છેલ્લી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ સામે છે.
આ મેચ 19 મેના રોજ રમાશે. સુનીલ નારાયણ પ્લેઓફમાં KKR માટે કમાલ કરી શકે છે. આ સિઝનમાં તેણે બોલિંગ સાથે બેટિંગમાં પણ શાનદાર દેખાવ કર્યો છે.
કોલકાતા 7 વખત આઈપીએલ પ્લેઓફમાં પહોંચ્યું છે. આ સમયગાળા દરમિયાન ટીમ બે વખત ચેમ્પિયન બની છે અને એક વખત રનર્સઅપ રહી છે. કોલકાતાને 2011ની એલિમિનેટર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે મુંબઈ સામે 4 વિકેટે પરાજય થયો હતો.
આ પછી ટીમ 2012 અને 2014માં ચેમ્પિયન બની. KKR સતત ત્રણ વખત પ્લેઓફમાં પહોંચ્યું છે. તે 2016, 2017 અને 2017માં પ્લેઓફમાં પહોંચી પરંતુ અહીંથી આગળ વધી શકી નહીં. આ પછી ટીમ 2021માં રનર્સઅપ રહી.
KKR IPLમાં બે વખત ચેમ્પિયન બની ચૂક્યું છે. તેણે તેની પ્રથમ ફાઈનલ 2012માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમી હતી. KKR એ ફાઇનલમાં CSK ને 5 વિકેટે હરાવ્યું હતું.
ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. KKR 2014માં બીજી ફાઈનલ રમી હતી. જેમાં તેણે પંજાબ કિંગ્સને હરાવ્યું હતું. કેકેઆર આ સીઝન પણ ગંભીરની કેપ્ટનશીપમાં રમી હતી.












Click it and Unblock the Notifications
