IPL 2024: 36 બોલમાં ફટીકારી સદી, IPLમાં કરી કરોડોની કમાણી, હવે આ દેશ માટે રમશે
IPL 2024: આઈપીએલમાં ન્યુઝીલેન્ડના ઘણા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં ન્યૂઝીલેન્ડના સૌથી વધુ ખેલાડીઓ જોવા મળે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ અને મિશેલ સેન્ટનર જેવા ખેલાડીઓ છે. IPLમાં શરૂઆતથી જ ન્યૂઝીલેન્ડના ખેલાડીઓનો દબદબો રહ્યો છે.
કોરી એન્ડરસનની નવી ઈનિંગ શરૂ - ન્યૂઝીલેન્ડના પૂર્વ ખેલાડી કોરી એન્ડરસનને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. કોરી એન્ડરસન હવે ન્યૂઝીલેન્ડને બદલે યુએસ તરફથી ક્રિકેટ રમતો જોવા મળશે.
અમેરિકા દ્વારા હાલમાં જ કેનેડા સામેની ટી20 સિરિઝ માટે પોતાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કોરી એન્ડરસનનું નામ પણ સામેલ છે. જોકે, કોરી એન્ડરસન IPL 2024માં કોઈપણ ટીમનો ભાગ નથી.
36 બોલમાં ફટકારી સદી - કોરી એન્ડરસને ન્યૂઝીલેન્ડ તરફથી રમતા ODIમાં 36 બોલમાં સદી ફટકારી છે. કોરી એન્ડરસને વર્ષ 2014માં આ સિદ્ધિ હાંસલ કરી હતી. એન્ડરસને છેલ્લે 2018માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી IPLમાં ભાગ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે,એન્ડરસનની આઈપીએલ સફર પણ શાનદાર રહી છે. એન્ડરસન અત્યાર સુધી આઈપીએલમાં કુલ ત્રણ ટીમો તરફથી રમી ચૂક્યો છે.
IPLમાંથી કરી તગડી કમાણી - કોરી એન્ડરસને સૌથી પહેલા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમવાનું શરૂ કર્યું હતું. જે બાદ તે દિલ્હી કેપિટલ્સ આવ્યો અને ત્યારબાદ તેને રોયલ ચેલેન્જર બેંગ્લોર તરફથી રમવાની તક મળી હતી.
2014 IPL ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે કોરી એન્ડરસનને 4 કરોડ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તે 2014 થી 2016 સુધી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ હતો.
કોરી એન્ડરસનને આ ત્રણ સિઝન માટે 13 કરોડ 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ પછી, વર્ષ 2017માં દિલ્હી કેપિટલ્સે કોરી એન્ડરસનને 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને 2018માં RCBએ એન્ડરસનને 2 કરોડ રૂપિયામાં રિપ્લેસમેન્ટ તરીકે ખરીદ્યો હતો. આ રીતે, તેણે તેની IPL કારકિર્દીમાં ત્રણ ટીમોમાંથી 16 કરોડ 50 લાખ રૂપિયાની કમાણી કરી હતી.












Click it and Unblock the Notifications
