IPL 2024: કોણ છે ક્રિકેટર કેશવ મહારાજની સ્ટાઈલિશ વાઈફ લેરિશા, ભારત સાથે છે ખાસ કનેક્શન
Cricketer Keshav Maharaj Wife Lerisha Munsamy: દક્ષિણ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજની IPL 2024માં એન્ટ્રી થઈ ગઈ છે. રાજસ્થાન રૉયલ્સે 17મી સિઝનમાં પોતાની ટીમમાં બોલર પ્રસિદ્ધ કૃષ્ણના સ્થાને કેશવ મહારાજને રમવાની તક આપી છે. રાજસ્થાનની ટીમે તેને 50 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો છે.
સ્પિનર કેશવ મહારાજ પોતાની બોલિંગ અને રમતી વખતે હનુમાન ચાલીસાના પાઠ માટે હંમેશા સમાચારમાં રહે છે. પરંતુ આ સિવાય કેશવ મહારાજ તેમના અંગત જીવનના કારણે પણ ચર્ચામાં રહે છે. તેમની પત્ની લેરીશા મુનસામી અને તેમની રોમાંસની વાતો પણ ઘણી ફેમસ છે. ચાલો જાણીએ કોણ છે લરીશા મુનસામી?

કેશવ મહારાજની પત્ની લેરિશા મુનસામી ખૂબ જ સુંદર છે અને તે સોશિયલ મીડિયા પર પણ ઘણી લોકપ્રિય છે. લેરિશાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 77 હજાર ફોલોઅર્સ છે. લેરિશા તેની અદભૂત સુંદરતા અને સ્પષ્ટ વાકશૈલીને કારણે ચર્ચામાં રહે છે. લેરિશાને બૉલિવુડ ગીતો ખૂબ જ પસંદ છે.
આ કપલ ભારતીય મૂળનું છે. બંનેના પરિવાર ભારતમાંથી જઈને દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયા હતા. જ્યારે પણ કેશવ ક્યાંક રમવા જાય છે ત્યારે લેરીશા પણ તેને મોટિવેટ કરવા સ્ટેડિયમમાં જાય છે. લેરીશા અને મહારાજે ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ લગ્ન કર્યા હતા. કેશવ મહારાજ ઉત્તર પ્રદેશના સુલતાનપુરના છે.
ડેટિંગ કર્યા પછી, લગ્ન માટે બંનેના પરિવારની મંજૂરી મેળવવી આ કપલ માટે એક મોટો પડકાર હતો. તેના પરિવાર તરફથી આ સંબંધ માટે મંજૂરી મેળવવા માટે, કેશવે તેની માતાના 50માં જન્મદિવસનો પ્રસંગ પસંદ કર્યો હતો. આ દિવસે બંનેએ સાથે મળીને કથક ડાન્સ કર્યો હતો અને આ જોઈને તેમની માતાને આ વાત સમજાઈ ગઈ હતી અને આ સંબંધને મંજૂરી મળી ગઈ હતી.
તમને જણાવી દઈએ કે લેરીશા કથકની ફેમસ ડાન્સર છે. આ પછી બંનેએ વર્ષ 2019માં સગાઈ કરી લીધી. પરંતુ બંનેને લગ્ન માટે લાંબો સમય રાહ જોવી પડી હતી. કોરોના વાયરસ રોગચાળાને કારણે 3 વર્ષ સુધી રાહ જોયા પછી, યુગલ એપ્રિલ 2022માં પવિત્ર બંધનમાં બંધાયા.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
