IPL 2024 : હૈદરાબાદ સામે મુકાબલા પહેલા ચેન્નાઈને ઝટકો, સૌથી સફળ ખેલાડી થઈ શકે છે ટીમમાંથી બહાર
આઈપીએલની સૌથી સફળ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનો હવે પછીનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છે. 5 એપ્રિલના આ મુકાબલા પહેલા ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર મુસ્તાફિઝુર રહેમાને આઈપીએલ 2024માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. હાલ તે સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે.

હવે અહેવાલો આવી રહ્યા છે કે CSKની આગામી મેચમાંથી બહાર થઈ શકે છે. મુસ્તફિઝુર બાંગ્લાદેશ જવા રવાના થઈ ગયો છે. આ કારણોસર તે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાંથી બહાર થઈ શકે છે.
જણાવી દઈએ કે, ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી આયોજિત થવાનો છે. આમાં ભાગ લેનાર તમામ દેશોના ક્રિકેટ બોર્ડ ખેલાડીઓના વિઝાની તૈયારી કરી રહ્યા છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પણ ખેલાડીઓ માટે વિઝા તૈયાર કરી રહ્યું છે. આ કારણોસર મુસ્તાફિઝુર રહેમાનને બાંગ્લાદેશ જવું પડ્યું છે.
અહેવાલો અનુસાર, મુસ્તફિઝુર નીકળી ગયો છે. તે ફિંગર પ્રિન્ટિંગ માટે યુએસ એમ્બેસીમાં જશે. તેથી શક્ય છે કે આગમનમાં વિલંબ થાય. જો મુસ્તફિઝુર સમયસર નહીં પહોંચે તો તે આગામી મેચમાંથી બહાર થઈ શકે છે.
બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેથી પાંચ મેચની T20 શ્રેણી રમાશે. મુસ્તાફિઝુરને પણ આ શ્રેણી માટે પોતાના દેશ પરતફરશે. મુસ્તાફિઝુર પાસે એપ્રિલના છેલ્લા અઠવાડિયા સુધીનો સમય છે. બોર્ડે તેને એપ્રિલ સુધીની જ પરવાનગી આપી છે. જેના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સને ઘણું નુકસાન થઈ શકે છે. તે CSKનો મહત્વનો બોલર રહ્યો છે. મુસ્તાફિઝુરે આ સિઝનમાં 3 મેચમાં 7 વિકેટ લીધી છે.
જણાવી દઈએ કે, ચેન્નાઈ સુપર કિંગ્સે આ સિઝનમાં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને આ સમયગાળા દરમિયાન બે મેચ જીતી છે. CSKની આગામી મેચ હૈદરાબાદ સાથે છે. આ મેચ 5 એપ્રિલે રમાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
