IPL 2024 : શરૂઆતથી જ લડખડાયેલી Delhi Capitals ને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી ટીમ છોડીને દેશ પરત ફર્યો
આઈપીએલની શરૂઆતથી જ દિલ્હી કેપિટલ્સની ટીમ લડખડાતી જોવા મળી છે. 6 મુકાબલામાંથી માત્ર 2 જીતી શકેલી દિલ્હીને હવે મોટો ઝટકો લાગ્યો છે.
ઋષભ પંતની કેપ્ટન્સીમાં દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમી છે અને ચારમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હી કેપિટલ્સે તેની અગાઉની મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સ સામે જીત મેળવી હતી.

લખનૌ સુપરજાયન્ટ્સ સામેની મેચ જીતવા છતાં દિલ્હીની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી ટીમનો મેચ વિનિંગ ઓલરાઉન્ડર મિચેલ માર્શ ઈજાગ્રસ્ત થયા બાદ પોતાના દેશ ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે.
હેમસ્ટ્રિંગની ઈજાથી પીડિત મિશેલ માર્શની વાપસી અંગે કોઈ અપડેટ નથી. જો મિશેલ માર્શ ઈજાના કારણે IPLમાં ભાગ લઈ શકશે નહીં તો તે દિલ્હી કેપિટલ્સ માટે મોટો ફટકો સાબિત થશે.
દિલ્હી કેપિટલ્સ માટે સારા સમાચાર એ છે કે કેપ્ટન ઋષભ પંત સારા ફોર્મમાં દેખાઈ રહ્યો છે. તેણે લખનૌ સુપરજાયન્ટ્સ સામે ટીમ માટે મહત્વપૂર્ણ રન પણ ઉમેર્યા છે. દિલ્હી માટે પ્લેઓફમાં પહોંચવું મોટો પડકાર હશે.
જો કે, ટીમ પાસે હજુ પણ પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની તક છે. જો દિલ્હી કેપિટલ્સ તેની આગામી મેચોમાં સારું પ્રદર્શન કરશે તો તે પ્લેઓફમાં જગ્યા બનાવી લેશે.












Click it and Unblock the Notifications
