IPL 2023 SRH vs KKR: રાણા-રિંકુનો ચાલ્યો બલ્લો, હૈદરાબાદને મળ્યુ 172 રનનુ લક્ષ્ય
આજે IPL 2023ની 47મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને KKR ટીમો રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ હૈદરાબાદમાં રમાઇ રહી છે. કોલકાતા નાઇટ રાઇઢર્સના કેપ્ટન નીતિશ રાણાએ ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 171 રન બનાવ્યા હતા. હૈદરાબાદે જીતવા માટે 172 રન બનાવવાના રહેશે.

કોલકાતાના કેપ્ટન નીતિશ રાણાએ 31 બોલમાં 42 રન બનાવ્યા હતા. આ સાથે રિંકુ સિંહે 35 બોલમાં 46 રન તથા જેસન રોયે 19 બોલમાં 20 રન બનાવ્યા હતા. આંદ્રે રસેલે 15 બોલમાં 24 રન બનાવ્યા હતા.
હૈદરાબાદના બોલરોએ સારી બોલિંગ કરી હતી. માર્કો જેન્સન-ટી નટરાજને 2-2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ભુવનેશ્વર કુમાર, કાર્તિક ત્યાગી, એડન માર્કરમ અને મયંક માર્કંડેને 1-1-1-1 વિકેટ મળી હતી.
ઉલ્લેખનિય છેકે બંને ટીમોની સ્થિતિ કફોડી છે જ્યાં આઠમા ક્રમે આવેલી KKR 9 માંથી માત્ર ત્રણ મેચ જીતી શકી છે જ્યારે નવમા નંબર પર આવેલી સનરાઈઝર્સ હૈદરાબાદે 8 માંથી 3 મેચ જીતી છે.
બંને ટીમોના 6-6 પોઈન્ટ છે અને આજની મેચ હારનાર માટે પ્લેઓફમાં જવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની જશે. ખાસ કરીને જો કોલકાતા નાઈટ રાઈડર્સ આજની મેચ હારી જશે તો તે પ્લેઓફનો રસ્તો ભૂલી જશે.
-
IPL 2026 Full Schedule: IPL 2026 નું સંપૂર્ણ સમયપત્રક જારી, જાણો કુલ કેટલા મુકાબલા રમાશે? -
IPL 2026: ગત વખતે રહ્યા ફ્લોપ, શું આ વર્ષે બદલાશે કિસ્મત? આ 5 દિગ્ગજો પાસે 'ઝીરોમાંથી હીરો' બનવાની તક! -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત











Click it and Unblock the Notifications
