IPL 2023 SRH vs KKR: નીતિશ રાણાએ ટોસ જીતી બેટિંગનો લીધો નિર્ણય, હૈદરાબાદ કરશે બોલિંગ

આજે IPL 2023ની 47મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને KKR ટીમો રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ હૈદરાબાદમાં રમાવવા જઇ રહી છે. કોલકાતા નાઇટ રાઇઢર્સના કેપ્ટન નીતિશ રાણાએ ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદ પ્રથમ બોલિંગ કરી કોલકાતાને મોટો સ્કોર બનાવવાથી કરોકવાની કોશિશ કરશે.

IPL 2023

ઉલ્લેખનિય છેકે બંને ટીમોની સ્થિતિ કફોડી છે જ્યાં આઠમા ક્રમે આવેલી KKR 9 માંથી માત્ર ત્રણ મેચ જીતી શકી છે જ્યારે નવમા નંબર પર આવેલી સનરાઈઝર્સ હૈદરાબાદે 8 માંથી 3 મેચ જીતી છે.

બંને ટીમોના 6-6 પોઈન્ટ છે અને આજની મેચ હારનાર માટે પ્લેઓફમાં જવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની જશે. ખાસ કરીને જો કોલકાતા નાઈટ રાઈડર્સ આજની મેચ હારી જશે તો તે પ્લેઓફનો રસ્તો ભૂલી જશે.

બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 24 મેચ રમાઈ છે, જેમાં KKR 14 અને સનરાઈઝર્સે 9 મેચ જીતી છે. છેલ્લી પાંચ મેચોની વાત કરીએ તો KKRની ટીમ ત્રણ મેચ જીતવામાં સફળ રહી છે પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદે છેલ્લી 3 મેચમાં 2 મેચ જીતી છે. સનરાઇઝર્સે પણ આ સિઝનમાં એક મેચ જીતી હતી.

આ મેદાન પર બંને ટીમો 6 વખત સામસામે આવી ચુકી છે જ્યાં હૈદરાબાદ ત્રણ વખત અને કોલકાતાએ ત્રણ વખત જીત મેળવી છે. આ જ સનરાઇઝર્સે અહીં પોતાની 48 મેચ રમી છે, જેમાં તે 30 જીતવામાં સફળ રહી છે. પરંતુ કોલકાતાની ટીમને પણ આ મેદાન પસંદ છે જ્યાં તે 17માંથી 11 મેચ જીતવામાં સફળ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X