IPL 2023: RCB સામેની મેચ પહેલા કાલીઘાટ મંદિર પહોંચ્યા કોલકાતાના કેપ્ટન નીતિશ રાણા
આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ટકરાવા જઇ રહી છે. ઈડન ગાર્ડન્સ સ્ટેડીયમ ખાતે હાઈ-વોલ્ટેજ ટક્કર પહેલા KKRના કેપ્ટન નીતિશ રાણા અને કોચ ચંદ્રકાંત પંડિત દેવી કાલીના આશીર્વાદ મેળવવા માટે પ્રતિષ્ઠિત કાલીઘાટ મંદિરની મુલાકાતે ગયા હતા. ઉલ્લેખનિય છેકે કાલીઘાટ મંદિર પ્રાચીન અને સૌથી પ્રસિદ્ધ શક્તિપીઠોમાંનું એક છે.

કોલકાતા નાઈટ રાઈડર્સની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા શેર કરવામાં આવેલ એક વિડીયોમાં કેપ્ટન અને કોચ મંદિર જવાના મહત્વ પર તેમના મંતવ્યો શેર કરતા જોવા મળ્યા હતા. નવનિયુક્ત કેપ્ટને કહ્યું વ્યક્તિગત રીતે મને ભગવાનમાં ઊંડી શ્રદ્ધા છે, હું કદાચ તે લોકોમાંથી એક ન હોઉં જે દરરોજ મંદિરે જાય છે, પરંતુ હું માનું છું કે જીવનમાં મેં જે પણ પડકારોનો સામનો કર્યો છે, ફક્ત ભગવાન જ મને મદદ કરી શકે છે. 'મેં અત્યાર સુધી જે કંઈ પણ મેળવ્યું છે તે ભગવાનના કારણે જ પ્રાપ્ત કર્યું છે.'
કોચ ચંદ્રકાંતે કહ્યું કે તે પોતાની ટીમની સફળતા, ખેલાડીઓની ફિટનેસ અને પડકારજનક પરિસ્થિતિઓને પાર કરવાની હિંમત માટે ભગવાનને પ્રાર્થના કરશે. 'મને પણ તમારા જેવી જ લાગણી છે. હું ભગવાનમાં માનું છું કારણ કે તેની સિદ્ધિઓ પાછળ એક શક્તિ છે અને આપણે તેને ભૂલવું ન જોઈએ અને તેથી જ્યારે પણ મને તક મળે અથવા કોઈ કહે કે મારે મંદિર જવું જોઈએ, હું જાઉં છું.
𝐁𝐨𝐫𝐨 𝐌𝐚𝐚 𝐞𝐫 𝐚𝐚𝐬𝐡𝐢𝐫𝐛𝐚𝐝 𝐞𝐫 𝐬𝐚𝐭𝐡𝐞 𝐡𝐨𝐥𝐨 𝐬𝐞𝐚𝐬𝐨𝐧 𝐛𝐨𝐫𝐨𝐧 🙏#AmiKKR #TATAIPL2023 pic.twitter.com/yCar4qK5TC
— KolkataKnightRiders (@KKRiders) April 5, 2023
હું પ્રાર્થના કરું છું કે ભગવાન અમને ક્રિકેટ રમવા માટે મેદાનમાં ઉતરવાની શક્તિ આપે અને અમને લડવાની ભાવનાથી આશીર્વાદ આપે. કોરોના મહામારી પછી KKR તેની પ્રથમ મેચ ઘરઆંગણે રમશે. ટીમે છેલ્લે 28 એપ્રિલ, 2019ના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે મેચ રમી હતી, જ્યાં તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 34 રને જીત નોંધાવી હતી.
કોલકાતાના ઓલરાઉન્ડર શાકિબ અલ હસન અને શ્રેયસ ઐયર આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે, જે ટીમ માટે કોઈ મોટા ઝટકાથી ઓછું નથી, આ બે ખેલાડીઓની ગેરહાજરી પણ અનુભવી શકાય છે. આવી સ્થિતિમાં નીતિશ રાણા પર મોટી જવાબદારી છે. તેની પાસે હવે પોતાની ટીમને હોમ ગ્રાઉન્ડ પર પરત લાવવાનો મોટો પડકાર છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ










Click it and Unblock the Notifications
