IPL 2023 GT vs MI: ગુજરાતના બેટ્સમેનોએ કરી કમાલ, મુંબઇને આપ્યુ 208 રનનુ લક્ષ્ય
IPLની 35મી મેચમાં આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતુ. ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 207 રન બનાવ્યા હતા.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે રસપ્રદ મુકાબલો થઈ રહ્યો છે. ગુજરાતે રનનો પહાડ ખડક્યો છે. રિદ્ધીમાન સાહાએ શરૂઆત માજ વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ શુભમન ગિલે 34 બોલમાં 56 રન બનાવ્યા હતા. આ ઉપરાંત અભિનવ મનોહરે 21 બોલમાં 42 રન બનાવ્યા હતા. ડેવિડ મિલરે 22 બોલમાં 46 રનની તોફાની ઇનિંગ રમી હતી.
આ સાથે મુંબઇના બોલર પિયુષ ચાવલાએ 2 મહત્વની વિકેટ ઝડપી હતી. સુર્યકુમાર યાદવે 3 કેચ કર્યા હતા.
હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની GT હાલમાં છ મેચમાંથી ચાર જીત અને બે હાર સાથે સ્ટેન્ડિંગમાં ચોથા સ્થાને છે, જ્યારે MI છ મેચમાંથી ત્રણ જીત અને છ પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે.
વાસ્તવમાં 16મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ ત્યાર બાદ ટીમે સતત જીતની હેટ્રિક લગાવી હતી, જોકે રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈને ગત મેચમાં પંજાબ સામે 13 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
PBKS સામે મુંબઈના બોલરોએ છેલ્લી પાંચ ઓવરમાં રન લૂંટાવ્યા હતા. આ ઓવરોમાં કુલ 96 રન આપ્યા, જેના કારણે પંજાબ આઠ વિકેટે 214 રન બનાવી શક્યું હતુ.
ગુજરાત ટાઇટન્સે તેની અગાઉની મેચમાં લખનૌ (LSG)ને સાત વિકેટે હરાવ્યું હતું. આજની મેચમાં સ્પિન બોલર રાશિદ ખાનની બોલિંગ ટીમ માટે ઘણી મહત્વની સાબિત થઈ શકે છે, તો બીજી તરફ મુંબઈનો અનુભવી સ્પિન બોલર પીયૂષ ચાવલા શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
