Asian Games : બાંગ્લાદેશને હરાવી ભારતીય મહિલા ક્રિકેેટ ટીમ એશિયન ગેમ્સની ફાઈનલમાં, આ દેશ સાથે ફાઈનલ રમશે
એશિયન ગેમ્સમાં ભારત માટે રવિવારનો દિવસ સારો સાબિત થઈ રહ્યો છે. પહેલા બે સિલ્વર મેડલ બાદ હવે મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશમાં હરાવીને એશિયન ગેમ્સની ફાઈનલમાંં પ્રવેશ કર્યો છે.
ચીનમાં હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023ની સત્તાવાર શરૂઆત સાથે ભારતે પણ શાનદાર શરૂઆત કરી છે. રોઇંગ અને શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યા બાદ ભારતની મહિલા ક્રિકેટ ટીમે 19મી એશિયન ગેમ્સમાં બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

ભારતે સેમિફાઇનલ મુકાબલામાં બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની મહિલા ટીમ માત્ર 51 રનમાં સમેટાઈ ગઈ હતી અને ભારતને જીતવા માટે 52 રનનો આસાન ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ટીમે માત્ર 8.2 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો અને શાનદાર જીત મેળવી.
ટીમ ઈન્ડિયા માટે જેમિમાહ રોડ્રિગ્સે ચોગ્ગો ફટકારીને શાનદાર જીત અપાવી. મહિલા ક્રિકેટ ટીમની બોલર પૂજા વસ્ત્રાકરે પિંગફેંગ ક્રિકેટ ગ્રાઉન્ડ પર બાંગ્લાદેશને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. ફાસ્ટ બોલર પૂજા વસ્ત્રાકરે ચાર ઓવરના ક્વોટામાં 17 રન આપીને ચાર વિકેટ લઈને નિર્ણાયક સાબિત થઈ.
પૂજા વસ્ત્રાકર ઉપરાંત તિતાસ સાધુ, રાજેશ્વરી ગાયકવાડ, અમનજોત કૌર અને દેવિકા વૈદ્યએ એક-એક વિકેટ લઈને બાંગ્લાદેશે 51 રન સુધી મર્યાદિત રાખ્યુ. આ ભારતીય મહિલા ટીમ સામે બાંગ્લાદેશનો ટી20માં સૌથી ઓછો સ્કોર હતો. આના જવાબમાં ઓપનર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની વિકેટ ગુમાવીને ભારતે 8.2 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો અને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. એટલે કે ભારતે ઓછામાં ઓછો સિલ્વર મેડલ તો પાક્કો કરી લીધો છે.
ભારતે મલેશિયા સામેની છેલ્લી મેચમાં શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું તે પહેલા વરસાદે મેચમાં વિક્ષેપ પાડ્યો હતો. જો વરસાદને કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી અને સારી રેન્કિંગને કારણે આ મેચમાં ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
હવે એશિયન ગેમ્સમાં ક્રિકેટના દિગ્ગજો વચ્ચે જોરદાર ટક્કર થવાની છે. હવે ફાઇનલમાં ગોલ્ડ મેડલ માટે ભારતનો મુકાબલો પાકિસ્તાન અથવા શ્રીલંકા સાથે થશે.












Click it and Unblock the Notifications
